હવામાન વિભાગનું મોટું એલર્ટ, ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! આ જિલ્લાઓમાં મોટો ખતરો

Gujarat Heavy Rain Alert: ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. ગુજરાતના બે જિલ્લામાં રેડ એલર્ટ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે. 

1/5
image

ગુજરાતમાં વરસાદની આગાહી પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 30 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. તો 1 જુલાઇથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. વીજળીના વરતારા સાથે વરસાદની આગાહી છે.   

2/5
image

IMD દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. આટલો ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નદીઓમાં પૂર આવવાની અને જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કરવાની શક્યતા ઊભી કરે છે. તો સાત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. જેમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. 

3/5
image

રાજ્યમાં અતિભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાંઓ અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું. 

4/5
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસની આગાહી કહે છે કે, ગુજરાતમાં આજથી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. 

5/5
image

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, મહિસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.