આ જિલ્લાઓ થશે પાણી પાણી! ગુજરાતમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે

Gujarat Weather Update: Red Alert Issued: ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે, ત્યારે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. આજે (રવિવાર) સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે 41-61 kmph ની ઝડપે પવન ફૂંકવવાની શક્યતા પણ રહેલી છે. સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે,

1/5
image

મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં 41-61 kmph ની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, સાથે અમદાવાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને દીવમાં હળવા વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે.

2/5
image

આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ તથા ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

3/5
image

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

4/5
image

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.    

બે વરસાદી સિસ્ટમ સક્રિય

5/5
image

આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.