ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું, આ જિલ્લામાં કડકા-ભડકા સાથે ભારે વરસાદની આગાહી; હવામાન વિભાગનું એલર્ટ

Gujarat Weather Forecast: આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય થયું છે. જેના કારણે 40થી 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. 

1/6
image

ગુજરાતમાં ઘણી જગ્યાએ ફરી ચોમાસુ સક્રિય થયું છે. રાજ્યમાં ગમે ત્યારે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. IMD એ ગાંધીનગર અને અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. હાલમાં જામનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મોરબીમાં વરસાદ માટે લેક ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળી રહ્યો છે. IMDએ આજથી 21 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ પહેલા દરેક જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. ફરી ચોમાસું સક્રિય થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

2/6
image

આગાહી મુજબ, કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરાયું છે.  

ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે?

3/6
image

આજે 20 અને 21 જુલાઈના રોજ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ વિસ્તારો પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા વરસાદની શક્યતા છે. આ પછી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, સોમનાથ જેવા તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

4/6
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, હાલ રાજ્યમાં વરસાદ બંધ છે. કાતરા નામની ઈયળ પડી છે અને કહેવાય છે કે એના આયુષ્ય સુધી વરસાદ નહિ આવે. હાલ આફ્રિકાના પવનોના કારણે 23 જુલાઈથી વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે. ચોમાસુ હોવાના કારણે વાવાઝોડાની શક્યતા ઓછી છે, તેના કારણે તટીય વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ છત્તીસગઢ થઈ ધીમે ધીમે પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે. જેના કારણે પંચમહાલ સાબરકાંઠા વડોદરા, ગાંધીનગર, અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. 

5/6
image

28 જુલાઈ આસપાસ ભારે વરસાદની શક્યતા છે અને જો સંજોગો બને તો અતિભારે વરસાદ પણ થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, જુલાઈના ચોથા સપ્તાહમાં અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના લીધે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે. 

6/6
image

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ, અને સોરાસ્ટ્રના અન્ય ભાગો તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. મહીસાગરના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, કચ્છના ભાગ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે. કોઈ કોઈ ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ બની શકે છે.