Gujarat Weather Forecast: આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલે કહ્યું- 27 જુલાઈથી અતિભારે વરસાદની વકી, ગુજરાતના આ વિસ્તારો થશે જળબંબાકાર
રાજ્યના હવામાન ખાતા દ્વારા બુધવારે આગામી સાત દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આગામી સાત દિવસમાં કોઈક સ્થળો પર ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભૂક્કા બોલાવે તેવા વરસાદની આગાહી કરી છે. જાણો વિગતો.
હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે એટલે કે ગુરુવારે અને શુક્રવારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રવિવારથી અમદાવાદ, ગાંધીનગર, સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે.
હવામાન ખાતાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડમાં ગુરુવાર એટલે કે આજથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, મહિસાગર, ખેડા, વડોદરા, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં રવિવારથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે.
હવામાન ખાતાની આગાહી
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ રવિવારથી વરસાદી મોહોલ જામી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, વલસાડ,સુરત, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં રવિવારે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ધ્રુજાવી દે તેવી આગાહી કરી છે. 27 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ ગુજરાતના ભાગો ,મહીસાગર વડોદરા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે. 2 ઓગસ્ટ સુધી મોટાભાગના નદી અને જળાશયોમાં પાણીની આવક વધશે.
Trending Photos