લોકગાયક જીગ્નેશ કવિરાજે પોતાના સ્કુટરને એવી વિદાય આપી કે, આજીવન દિલમાં વસી જાય

Gujarati Singer Jignesh Kaviraj Scooter : જીવન નાશવંત છે. જેમ આ શરીર એક દિવસ ત્યજી દેવાનું છે, તેમ દુનિયામાં અનેક એવી પ્રિય વસ્તુઓને પણ ક્યારેક ને ક્યારેક છોડવી પડે છે. ગુજરાતના જાણીતા લોકગાયકે પોતાના જીવની જેમ વ્હાલા સ્કુટરને પોતાના ઘર આંગણે સમાધિ આપી છે. 

સ્કૂટરની સમાધિ!? 

1/4
image

જીગ્નેશ કવિરાજે પિતાના સ્કુટરની સમાધિ આપી છે. પોતાના વતનના ઘર આગળ આપી વ્હાલસોયા સ્કૂટરની સમાધિ આપી. સ્કૂટરના વિદાયની પોસ્ટ જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

2/4
image

જીગ્નેશ કવિરાજ કારકિર્દીનું પહેલું સાધન એવું સ્કૂટર હતું. જીગ્નેશ કવિરાજના પિતાનું આ સ્કુટર હતું, જેની ઉપર જીગ્નેશ કવિરાજ ફર્યા હતા. જીગ્નેશ કવિરાજની કારકિર્દીની શરૂઆતના સમય આ સ્કૂટર પર ફરતા હતા. ગામેગામે કાર્યક્રમમાં જવા તેમના પિતા તેમને સ્કુટર પર ફેરવતા હતા. 

3/4
image

આમ, સંઘર્ષની શરૂઆતના સમયમાં સાથ આપનારા સ્કુટરને લોકગાયકે આખરે સમાધિ આપી છે. યાદગીરી રહે તે માટે ખેરાલુ ગામે ઘર આગળ સ્કુટરને સમાધિ અપાઈ છે. 

4/4
image

સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું કે, આજ રોજ મારી કારકિર્દીનું પહેલું સાધન એવું મારા પપ્પાનું સ્કુટર કે જેની ઉપર હું અને મારા-પપ્પા મારી શરૂઆતના સમયમાં પ્રોગ્રામ કરવા મને સ્કુટર પર ગામે ગામે ફેરવતા અને એવી શરૂઆતના સમયમાં સાથ આપનારા આ સ્કુટરને અમે યાદગીરી રૂપે અમારા ખેરાલુ ગામે ઘર આગળ આજ રોજ સમાધિ આપી છે.