જો શરીરના આ ભાગમાં દુખાવો થતો હોય તો સમજો કે કોલેસ્ટ્રોલ વધી ગયું છે, તરત જ તપાસ કરાવો
કોલેસ્ટ્રોલ શરીર માટે ખૂબ જરૂરી તત્વ છે, પરંતુ જ્યારે તેની માત્રા સામાન્યથી વધુ થઈ જાય છે તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
હાર્ટ એટેકને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર દુનિયામાં સૌથી વધુ મોત હાર્ટ રોગને કારણે થાય છે. દર વર્ષે આશરે 1.80 કરોડ લોકો હાર્ટ એટેક કે સ્ટ્રોકથી પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ હાઈ કોલેસ્ટ્રોલ છે.
હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટની બીમારીઓ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી બીમારીઓનું કારણ પણ બની શકે છે. સૌથી મોટી ચિંતાની વાત છે કે જ્યાં સુધી કોલેસ્ટ્રોલ ખતરાના લેવલને પાર ન કરે ત્યાં સુધી તેના લક્ષણ જોવા મળતા નથી. પરંતુ શું તમે જાણો છો કે શરીરના કેટલાક ભાગમાં દુખાવો હાઈ કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે.
જો તમને તમારા પગમાં વારંવાર પીડા અથવા ખેંચાણ આવે છે, ખાસ કરીને ચાલવા સમયે કે રાત્રે સૂવા સમયે તો હાઈ કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે તો તે ધમનીઓમાં જમા થઈને બ્લડ ફ્લોમાં અટકાવે છે, જેનાથી પગના સ્નાયુઓમાં ઓક્સીજન મળતું નથી અને દુખાવો થવા લાગે છે.
કોલેસ્ટ્રોલ વધવાના કારણે પગમાં દુખાવો થવાના લક્ષણો: ચાલતી વખતે અથવા સીડી ચડતી વખતે પગમાં દુખાવો થવો; રાત્રે સૂતી વખતે પગમાં ખેંચાણ અથવા જડતા; પગ ઠંડા થવા અથવા સુન્ન થઈ ગયા હોય તેમ લાગતું; પગની ચામડીનો રંગ બદલાઈ જાય અથવા ઘાટો અથવા નિસ્તેજ થતો જાય છે; ઘા મટાડવામાં લાંબો સમય લાગે છે; પગમાં કળતર અથવા બર્નિંગ.
કોલેસ્ટ્રોલ વધવા પર આ અંગોમાં પણ થઈ શકે છે દુખાવોઃ છાતીમાં દુખાવો, ગરદન અને ખભામાં જડતા માથાનો દુખાવો અને ચક્કર આવવા.
હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાના ઉપાયઃ ફાઇબરથી ભરપૂર વસ્તુનું સેવન કરો. જંક ફૂડ, તળેલું અને પેકેજિંગ વસ્તુ ખાવાથી બચો. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલો, યોગ કે કસરત કરો.
ધૂમ્રપાન અને દારૂ છોડો, વધુ પાણી પીવો. ડોક્ટર પાસે નિયમિત તપાસ કરાવો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
Trending Photos