ના નિકાહ... ના 7 ફેરા... એકબીજાની આંખોમાં આંખો પરોવીને હિના ખાને હિન્દુ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ PHOTOS
Hina Khan Marriage: TVની ફેમસ અભિનેત્રી હિના ખાનના ફેન્સ માટે એક ખુશખબર છે. તેણીએ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કરી લીધા છે. જુઓ ફોટા...
હિના ખાન લગ્ન
ટીવી અભિનેત્રી હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, આ લગ્ન ગુપ્ત રીતે થયા હતા. આ સમારંભમાં ફક્ત ખૂબ જ નજીકના લોકો જ હાજરી આપી શક્યા હતા.
હિના ખાને કર્યા કોર્ટ મેરેજ
અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. સ્તન કેન્સર સામે ઝઝૂમી રહેલી આ અભિનેત્રીએ કોર્ટ મેરેજ કર્યા છે.
રોકી હંમેશા રાખતો છે તેની સંભાળ
તમને જણાવી દઈએ કે, જ્યારે તે આ પીડામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે રોકીએ તેનો ખૂબ સાથ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં તે હિનાના પગની માલિશ કરતો જોવા મળ્યો હતો.
ડિઝાઇનર સાડી
હિના ખાને આ પ્રસંગે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલી ઓપલ ગ્રીન રંગની સાડી પહેરી હતી.
આ રીતે થઈ હતી પહેલી મુલાકાત
હિના ખાન રોકી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. બન્ને ઘણા વર્ષો પહેલા એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. ધીમે-ધીમે તેમની મિત્રતા વધતી ગઈ અને પછી બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો.
લોકોને ખૂબ જ પસંદ છે આ જોડી
રોકી જયસ્વાલ ઘણીવાર હિના ખાન સાથેના તેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે અને ફેન્સને તેમની જોડી પસંદ છે. તેઓ તેમને પતિ-પત્ની તરીકે પણ જોવા માંગતા હતા.
પ્યારની એક દુનિયા
હિના ખાને તેના સાડીના પલ્લુ પર તેના પતિ રોકીનું નામ લખાવ્યું હતું. અભિનેત્રીએ તેનો ફોટો શેર કરીને લખ્યું કે, અમે બે અલગ-અલગ દુનિયામાંથી પ્યારની એક દુનિયા બનાવી.
હમેંશા માટે થયા એક
હિનાએ લખ્યું કે, હવે અમે હંમેશા માટે એક થઈ ગયા છીએ. અમારું મિલન અને પ્યાર કાયદામાં સીલ થઈ ગયો છે.
Trending Photos