ફ્રિજમાં આટલી કલાક રાખ્યા બાદ ઝેર બની જાય છે ગૂંથેલો લોટ, પડી જશો બીમાર

તમે પણ ઘણીવાર રાત્રે વધેલા લોટની રોટલી સવારે બાવતા હશો. સમય બચાવવા માટે ઘણા લોકો લોટ એક સાથે બાંધી લેતા હોય છે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ભૂલ તમને ભારે પડી શકે છે.

લાંબા સમય સુધી લોટ બાંધી રાખવો ખરાબ

1/6
image

લોટને લાંબા સમય સુધી બાંધીને રાખવાથી તેમાં નેચરલ ફર્મેટેશન શરૂ થઈ જાય છે. ગરમી અને ભેટને કારણે લોટમાં બેક્ટેરિયા અને ફંગસ આવી શકે છે, જેથી લોટ ખરાબ થઈ જાય છે. આ લોટ ખાવાથી વિવિધ બીમારીઓ થઈ શકે છે.

3-4 કલાક બાદ ખરાબ થવા લાગે છે લોટ

2/6
image
નોર્મલ  રૂમના તાપમાનમાં 3થી 4 કલાક લોટ ફ્રેશ રહી શકે છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં લોટ જલ્દી ખરાબ થઈ જાય છે.

નેચરલ સ્ટાર્ચ બ્રેક થઈ શકે છે

3/6
image
કેટલાક લોકો લોટ બાંધી ફ્રિજમાં રાખી દેતા હોય છે અને તેની રોટલી બનાવે છે. જો લોટને 10-12 કલાક કરતા વધુ રાખવામાં આવે તો તેમાં રહેલ નેચરલ સ્ટાર્ચ બ્રેક થાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. તેની રોટલી ખાવાથી પેટમાં બળતરા, ગેસ અને એસિડિટી થઈ શકે છે.

લોટનો કલર બદલાય જાય છે

4/6
image
લાંબા સમય સુધી લોટ બાંધીને રાખવાથી તેનો રંગ બદલાય જાય છે. આ લોટમાં બેક્ટેરિયા કે ફંગસ લાગવાનો ઈશારો છે. આવી સ્થિતિમાં આ લોટ ખાવાથી બચવું જોઈએ.

લોટ બાંધી ફ્રિજમાં રાખવાની ટેવ

5/6
image

જો તમારી લોટ બાંધી ફ્રિજમાં રાખવાની આદત હોય તો 24 કલાકમાં તેનો ઉપયોગ કરી લો. 24 કલાક બાદ આ લોટ પોતાનું પોષણ ગુમાવી દે છે અને શરીર પર ખરાબ અસર પડે છે.

 

Disclaimer

6/6
image

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.