15 વર્ષની મહેનત અને ખિસ્સામાં 10 કરોડ રૂપિયાનું મજબૂત ફંડ! આ ફોર્મ્યુલા ફોલો કરી 40 વર્ષની ઉંમરે થઈ જાવ નિવૃત્ત

Personal Finance: જો તમે 40 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ મજાની લાઈફ જીવવા માંગો છો, તો આ ફોર્મ્યુલા તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. માત્ર 15 વર્ષના સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સાથે તમે 10 કરોડ રૂપિયાનું મજબૂત ફંડ બનાવી શકો છો, તો જાણો કેવી રીતે તમે SIP અને યોગ્ય વ્યૂહરચના અપનાવીને ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત કરી શકો છો. આ પ્લાનમાં દર વર્ષે રોકાણ વધારીને અને કમ્પાઉન્ડિંગનો ફાયદો લઈને મોટું વળતર મળશે. તો ચાલો જાણીએ કે 15x15x15નું શાનદાર ફોર્મ્યુલા તમને કરોડપતિ કેવી રીતે બનાવશે.

નવો યુગ, નવો અંદાજ!

1/7
image

હવે લોકો 40 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનો પ્લાન બનાવી રહ્યા છે. ઓછી ઉંમરે નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ, SIP, સ્ટોક્સ અને નિષ્ક્રિય આવક પર ફોક્સ વધી ગયું છે. લોકો નોકરીને બદલે સંપત્તિ બનાવવા અને જલ્દી રિટાયર થઈને જીવનનો આનંદ માણવાનું વિચારી રહ્યા છે. શું તમે પણ 40 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનો પ્લાન કરી રહ્યા છો? યોગ્ય સ્ટ્રેટેજી સાથે આ શક્ય છે!

પહેલા નોકરી અને રિટાયરમેન્ટ પ્લાન

2/7
image

કેટલાક લોકો નોકરી શરૂ કરતાની સાથે જ ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દે છે. યોગ્ય રોકાણ અને બચત સાથે 40 વર્ષની ઉંમર સુધીમાં નિવૃત્તિ શક્ય છે. તમે SIP, સ્ટોક્સ અને સ્માર્ટ ફાઇનાન્શિયલ ડિસીઝન લઈને ઝડપથી ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકો છો.

ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે જરૂરી

3/7
image

વહેલા નિવૃત્ત થવાનું સ્વપ્ન જોનારાઓ માટે યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના ખૂબ જ મહત્વપૂર્ણ છે. SIP, મ્યુચ્યુઅલ ફંડ અને નિષ્ક્રિય આવકના સ્ત્રોતો બનાવીને 40 વર્ષની ઉંમર સુધીમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત કરવી શક્ય છે. તમે SIP ના 15x15x15 ફોર્મ્યુલા સાથે સારું ફંડ બનાવી શકો છો.

15x15x15 ફોર્મ્યુલા શું છે?

4/7
image

તમે દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરો છો અને તેને 15 વર્ષ સુધી ચાલુ રાખો, તેની સાથે જ તેના પર 15% વળતર મળે છે. આ ફોર્મ્યુલા તમને સરળતાથી કરોડપતિ બનાવી શકે છે. આ ફોર્મ્યુલાથી કરોડપતિ બનવા માટે જલ્દીથી રોકાણ કરવાનું શરૂ કરો.

કેવી રીતે ગણતરી કરવી

5/7
image

15x15x15 ના ફોર્મ્યુલામાં 15000 રૂપિયાનું રોકાણ ચાલુ રાખો. આમાં તમારે લગભગ 15 ટકાના સરેરાશ રિટર્ન મળનારું છે. આ રોકણમાં તમને લગભગ 15 વર્ષ સુધી ચાલુ રાખવું પડશે. આ ફોર્લ્યુલાથી SIP કરાવો છો, તો તમને રિટાયરમેન્ટ પર 15 વર્ષમાં જ 1.01 કરોડ રૂપિયાનું ફંડ મળશે.

શાનદાર છે આ સ્કીમ

6/7
image

એટલે સ્પષ્ટ છે કે માત્ર 15 વર્ષમાં 1 કરોડ અને 30 વર્ષમાં 10 કરોડ રૂપિયા સુધી જમા કરી શકો છો.  જ્યારે બીજી બાજુ જો તમે 20 વર્ષની ઉંમરે SIP શરૂ કરો છો, તો તમે 35 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની શકો છો! વહેલું રોકાણ કરવાથી પાવર ઓપ કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત ફાયદો મળે છે.

15x15x30 થી 10 કરોડનું ફંડ

7/7
image

જો દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તેને 30 વર્ષ સુધી ચાલુ રાખો અને 15% વાર્ષિક વળતર મેળ તો તમે 10 કરોડ સુધીનું ફંડ બનાવી શકો છો. લાંબા ગાળાના રોકાણથી મોટો ફાયદો થાય છે.