SIP થી 'ધનવાન' બનાવનાર 6 સીક્રેટ! સમજી ગયા તો ચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા

મ્યુચ્યુઅલ ફંડ્સ  (Mutual Funds) માં રોકાણ કરવાની એક રીત છે SIP. આજના સમયમાં મોટા ભાગના લોકો SIP દ્વારા MF માં રોકાણ કરે છે. લોકો આશા રાખે છે કે તેનાથી મોટું ફંડ તૈયાર થશે. પરંતુ માત્ર એસઆઈપી શરૂ કરી દેવાથી પૈસા બનતા નથી. તે માટે ખાસ વાતનું ધ્યાન રાખવાની પણ જરૂર હોય છે. જો તમે ખુબ ધનવાન બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો એસઆઈપી સાથે જોડાયેલી કેટલીક વાતોને સમજી લેવી જોઈએ. આ નાની-નાની વાતો તમને મોટું ફંડ બનાવવામાં મદદ કરશે અને તમે SIP થી મોટો કોપર્સ બનાવી લેશો.

જેટલું જલ્દી રોકાણ, એટલો મોટો નફો

1/6
image

SIP થી મોટું વળતર જોઈએ તો રોકાણની શરૂઆત જલ્દી કરવી જોઈએ અને તેને લાંબા સમય સુધી બનાવી રાખવું જોઈએ. લાંબાગાળે SIP થી મોટું ફંડ તૈયાર કરી શકાય છે. 20, 25 અને 30 વર્ષની SIP તમને કરોડપતિ બનાવી શકે છે.  

રોકાણ નિયમિત કરવું જરૂરી

2/6
image

જો તમે SIP શરૂ કરી છે તો તેને વચ્ચે બ્રેક કે પોઝ ન કરો. રેગુલર રોકાણ લાંબા સમય સુધી બનાવી રાખો. મોટું ફંડ તૈયાર કરવા માટે રેગુલર રોકાણ કરવું ખૂબ જરૂરી છે.

મંદીમાં ડરો નહીં

3/6
image

SIP એ માર્કેટ લિંક્ડ સ્કીમ છે અને બજાર હંમેશા વધઘટ કરતું રહે છે. બજારમાં મંદીના ડરથી SIP બંધ ન કરો. બજારમાં મંદી દરમિયાન, તમને વધુ યુનિટ મળે છે અને પછી જ્યારે બજાર વધે છે, ત્યારે તમને વધુ વળતર મળે છે, તેથી તમારી SIP ચાલુ રાખો.

તમારી આવક વધે તેમ સ્ટેપ-અપ કરો

4/6
image

જો તમે SIP માંથી મોટો નફો મેળવવા માંગતા હો, તો સમયાંતરે તેમાં સ્ટેપ-અપ કરો. જેમ જેમ તમારી આવક વધે તેમ, દર વર્ષે તેમાં 5 કે 10% ટોપ-અપ મૂકો. આનાથી તમને ચક્રવૃદ્ધિનો જબરદસ્ત ફાયદો થશે અને શક્ય તેટલી વહેલી તકે એક મોટું ભંડોળ બનશે.  

પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરો

5/6
image

બધા પૈસા કોઈ એક એસઆઈપીમાં ન લગાવો. પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરો. આમ કરવાથી તમે જોખમ ઘટાડી શકો છો અને સારૂ રિટર્ન મેળવી શકો છો.

યોગ્ય ફંડની પસંદગી કરો

6/6
image

SIP માં બધા ફંડ એક સમાન હોતા નથી. તેથી જરૂરિયાત પ્રમાણે સારા ફંડની પસંદગી કરવી જરૂરી છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ વધુ હોય છે. પરંતુ લાંબાગાળે રિટર્ન સારૂ મળી શકે છે, ડેડ ફંડમાં જોખમ ઓછું હોય છે, તો હાઈબ્રિડ ફંડ બેલેન્સ્ડ હોય છે. તમે ઈચ્છો તો આ માટે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.