Leg Tanning: 2 રુપિયાના શેમ્પૂથી પગમાં જામેલો મેલ અને ટેનિંગ થઈ જશે સાફ, ફોલો કરો આ સિંપલ સ્ટેપ
Leg Tanning Removal tips: તડકાના કારણે પગની સ્કિન પર ટેનિંગ થઈ જાય છે અને ટેન થયેલી સ્કિન કાળી દેખાય છે. પગ પર જામેલા આ મેલને ઘરે શેમ્પૂની મદદથી દુર કરી શકાય છે. આ સ્ટેપ ફોલો કરી તમે પગની સુંદરતા વધારી શકો છો.
પગની સ્કિન પર જામેલો મેલ
ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘરે જ પગની માવજત કરી પગની સ્કિન પર જામેલો મેલ દુર કરી શકો છો. પાર્લર ન જવું હોય અને ઘરે જ પેડીક્યોર જેવી ટ્રીટમેન્ટ કરવી હોય તો તેના માટે એક શેમ્પૂનું પાઉચ, મીઠું, હુંફાળુ પાણી, લીંબુની છાલ અને હળદરની જરૂર પડશે.
શેમ્પૂનું પાણી
સૌથી પહેલા એક ટબમાં હુંફાળુ પાણી ભરો અને તેમાં શેમ્પૂ, મીઠું ઉમેરી તેમાં પગ 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ પગ પાણીમાંથી કાઢી કોરો કરો અને પછી પગ પર લીંબુની છાલ રગડો.
એડીને સ્ક્રબરની મદદથી સાફ
ત્યારબાદ પાણીમાં હળદર ઉમેરી તેમાં ફરીથી પગને બોળી રાખો. 5 મિનિટ પછી એડીને સ્ક્રબરની મદદથી સાફ કરો જેથી ડેડ સ્કીન નીકળી જાય.
નેલ પેન્ટ લગાવો
છેલ્લે પગ સાદા પાણીથી સાફ કરી લો અને મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરી મનગમતી નેલ પેન્ટ લગાવો.
Trending Photos