દુનિયાનો એક માત્ર એવો દેશ જ્યાં એક પણ મચ્છર જોવા મળતો નથી, કારણ જાણી તમે પણ દંગ રહી જશો!

Country Witout Mosquitos: દુનિયામાં મોટા ભાગના લોકો મચ્છરોથી પરેશાન કરે છે, કારણ કે તે બીમારીઓ ફેલાવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક એવો દેશ છે જ્યાં મચ્છરો જોવા મળતા નથી. આવો જાણીએ વિસ્તારથી...
 

1/5
image

શું તમે માની શકો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં મચ્છર બિલકુલ જોવા મળતા નથી? હા, તમે તે સાચું સાંભળ્યું. આ દેશ તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે મચ્છરોથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો તમે મચ્છર કરડવાથી કંટાળી ગયા છો તો આ દેશ તમારા માટે સ્વર્ગથી ઓછો નહીં હોય. ચાલો જાણીએ એ દેશ વિશે.

2/5
image

દુનિયાના દરેક દેશમાં મચ્છરોનો આતંક હોય છે, ખાસ કરીને ગરમી અને ચોમાસાની સીઝનમાં મચ્છરો આવે છે. મચ્છરો લોકોને કરડે છે અને બીમારીઓ ફેલાવે છે. પરંતુ તમે એક એવા દેશ વિશે જાણો છો જ્યાં કોઈ મચ્છર હોતા નથી.

3/5
image

એક રિપોર્ટ અનુસાર દર વર્ષે મચ્છરોથી વિશ્વભરમાં આસરે 10 લાખ લોકોના મોત થાય છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા જેવા ખતરનાક રોગ તેને કારણે ફેલાય છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો દેશ છે જ્યાં મચ્છરો જોવા મળતા નથી? આ જાણી તમને નવાઈ લાગશે, પરંતુ આ સત્ય છે.  

4/5
image

હકીકતમાં અમે આઈસલેન્ડની વાત કરી રહ્યાં છીએ. તમે જાણીને ચોંકી જશો કે ત્યાં એકપણ મચ્છર જોવા મળતો નથી. આ તથ્ય વૈજ્ઞાનિક માટે પણ એક મોટું રહસ્ય છે. આઇસલેન્ડની ખાસ ભૌગોલિક સ્થિતિ અને ઠંડુ હવામાન મચ્છરોને ઉદ્ભવની તક આપતો નથી. આ કારણ છે કે ત્યાંના લોકો મચ્છરોથી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.

5/5
image

આ દુનિયાનો એકમાત્ર દેશ છે જે સંપૂર્ણ રીતે મચ્છર મુક્ત છે. ચોંકાવનારી વાત છે કે આ દેશ આર્કટિક જેવી વધુ ઠંડીવાળી જગ્યા પણ નથી અને અહીં તળાવો અને ઝરણા ખૂબ છે. છતાં અહીં એકપણ મચ્છર જોવા મળતો નથી. આ વાત તેને બાકી દેશોથી અલગ અને ખાસ બનાવે છે.