ભારતના અમુક રાજ્યોમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલા અને અમુક રાજ્યોમાં 15 દિવસ પછી શરૂ થાય છે, પણ આવુ કેમ ?
Shravan maas: ભારતના હિન્દી રાજ્યોમાં 15 દિવસ પહેલા શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, એ પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઝારખંડમાં આવેલા વૈજનાથ મહાદેવ તેમજ ઉજ્જૈનમાં આવેલા મહાકાલમાં શ્રાવણ મહિનો શરૂ થઇ જાય છે.
Shravan maas: ત્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થયો છે, આ સમાચાર જાણીને આપણને મનમાં પ્રશ્ન થાય કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલાં કેમ આવે છે? આવું કેમ બને છે.
શ્રાવણ મહિનો શરૂ થવામાં 15 દિવસનો ફેરફાર કેમ છે, ચાલો જાણીએ
ભારતનું જે હિન્દુ કેલેન્ડર છે, તે ચંદ્રની ગતિવિધી પર આધારીત છે, એટલે કે પૂનમથી અમાસ અને અમાસથી પૂનમ એટલે કે 30 તીથીનો એક મહિનો થાય છે
ભારતના ઉત્તરના રાજ્યોના મહિનાની શરૂઆત પૂનમથી થાય છે, એટલે કે પૂનમથી ચંદ્ર ધીમે-ધીમે ઘટી અમાસ તરફ આવે છે. આ 15 દિવસને આપણે કૃષ્ણપક્ષ કહીએ છીએ.
જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પશ્ચિમી રાજ્યોના કેલેન્ડરની શરૂઆત અમાસથી થાય છે એટલે અમાસથી ચંદ્ર ધીમે-ધીમે વધતો જાય છે અને પૂનમ તરફ જાય છે
જેને આપણે શુક્લપક્ષ કહિએ છીએ. બસ આજ કારણથી ઉત્તરના રાજ્યોમાં પુનમથી શ્રાવણ મહિનો શરૂ થઈ જાય છે અને આપણા રાજ્યમાં અમાસથી આ મહિનો શરૂ થાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos