ગેમની લતમાં 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા, ગુજરાતના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવતી ઘટના

Amreli School 40 Student Offered 10 Rupees For Blade Wound : અમરેલીના મોટા મુંજિયાસરમાં વિદ્યાર્થીઓએ જાતે હાથ પર માર્યા કાપા...ગેમના કારણે વિદ્યાર્થીઓએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યાની ચર્ચા...40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર કાપા મારતા ખળભળાટ...

40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા 

1/7
image

અમરેલીના બગસરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા છે. હાથ અને પગ પર વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડના કાપા માર્યા. જેની જાણ થતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આખરે વાત સામે આવતા મુંજિયાસરના સરપંચે શાળાના આચાર્યને જાણ કરી. સાથે જ સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે. વિદ્યાર્થીઓએ ક્યા કારણથી હાથ પર કાપા માર્યા તેની તપાસ ચાલી રહી છે. આ તમામ વિદ્યાર્થીઓ પાંચમાં, છઠ્ઠા અને સાતમાં ધોરણમાં ભણતા હોવાનો ખુલાસો થયો છે. 

કાપા મારશો તો રૂપિયા મળશે 

2/7
image

મળતા અહેવાલો પ્રમાણે એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીઓને બ્લેડના કાપા મારે તો પૈસા આપવાની વાત કરી હતી. જેથી 40 વિદ્યાર્થીઓએ તેમના હાથ અને પગ પર કાપા માર્યા હતા. ગામના સરપંચ સાથેની વાતચીતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, શિક્ષકોને આ ઘટનાની જાણ હતી, તેમણે વિદ્યાર્થીઓને વાલીઓને જાણ કરતા રોકવામાં આવ્યા હતા. આ સાથે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ઝી 24 કલાકે વાત કરી, જેમાં તેમણે કહ્યું કે, આ ઘટના ચોંકાવનારી છે. અને મોબાઈલના વળગણથી બાળકોને બચાવવાની જરૂર છે.  

કેવી રીતે બહાર આવી માહિતી

3/7
image

ગામના રસીકભાઈ રાઠોડ કહે છે. આ ઘટના આઠ દિવસ પહેલાની છે. એક બાળકની માતા તેને નવડાવી રહી હતી ત્યારે પૂછ્યું પણ હતું કે હાથ પર શું થયું છે? ત્યારે શિક્ષકના ડરથી ઘટના છુપાવી વિદ્યાર્થીએ થોડું વાગી ગયુ છે તેવું કહ્યું હતું. 

શિક્ષણમંત્રીનું નિવેદન

4/7
image

અમરેલીની આ ઘટના અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રીયા સામે આવી છે. તેમણે કહ્યું કે, માહિતી મુજબ બાળકો સામ સામે ચેલેન્જ આપે છે. વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી. આપણા બધા માટે આ ગંભીર બાબત છે. સોશિયલ મીડિયા અને વી ગેમ પર શું કરવું એ વિચાર કરીએ છીએ. આજે સાંજે સુધી એનો રિપોર્ટ મને મળશે. બધાએ સાથે મળીને આમ નિવારણ જરૂરી છે. દુનિયામાં પણ આવી અનેક ચેલેન્જ લોકો આપે છે. આને એક સ્ટડી કેસ કરીશું.  

શાળાને ખબર હતી છતા છુપાવ્યું

5/7
image

આ સમગ્ર ઘટના શાળા સંચાલકોના ધ્યાને આવી હતી, છતાં છુપાવવામા આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા કે, ઘરે જઈને કોઈને કહેતા નહીં. 

વીડિયો ગેમને કારણે આવું કર્યું - આચાર્ય 

6/7
image

મોટા મુંજીયાસર પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષાબેન મકવાણાએ જણાવ્યું હતુ કે કોઈ વિડીયો ગેમના આધારે રમત રમી બાળકોએ જાતે હાથ પર કાપા માર્યા હતા. અમને જાણ થતા બીજા દિવસે વાલી મિટીંગ બોલાવી સમજાવ્યું હતું.   

બાળકને ધનુરના ઈંજેક્શન ન અપાયા

7/7
image

આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઈજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે જે તપાસનો વિષય છે. ઉપરાંત આ ઘટના બાદ એકપણ બાળકને ધનુર ઇન્જેક્શન આપવાની તસ્દી લેવાઈ નહોતી