ઘરમાં રોકડ રાખો છો તો જાણી લો આ નિયમ, નહીંતર થઈ શકે છે લેવાના દેવા!
Cash at Home Rules: આજના સમયમાં મોટાભાગના લોકો રોકડને બદલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું પસંદ કરે છે. પરંતુ હજુ પણ રોકડની જરૂરિયાત ઓછી થઈ નથી. આજે પણ વેપાર વગેરેમાં વ્યવહારો રોકડમાં થાય છે. આ સિવાય જે લોકો UPI ફ્રેન્ડલી નથી તેઓ પણ રોકડનો ઉપયોગ કરે છે. આ કારણથી લોકો પોતાના ઘરમાં રોકડ પણ રાખે છે. પરંતુ જો તમે ઘરમાં ઘણી બધી રોકડ રાખી છે, તો તમારે કેટલાક નિયમો સમજવા જોઈએ. કારણ કે જો આ બાબતમાં થોડી પણ ભૂલ થાય છે, તો આવકવેરા વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
શું રોકડ રાખવાની છે કોઈ લિમિટ?
ઈનકમ ટેક્સના નિયમ અનુસાર ઘરમાં રોકડ રાખવાના મામલે કોઈ ખાસ નિયમ કે મર્યાદા બનાવવામાં આવી નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ છો તો તમે ગમે તેટલી રકમ ઘરમાં રાખી શકો છો. પરંતુ તમારી પાસે તે રકમનો સ્ત્રોત હોવો આવશ્યક છે. જો ક્યારેય તપાસ એજન્સી દ્વારા તમારી પૂછપરછ કરવામાં આવે તો તમારે સ્ત્રોત બતાવવો પડશે. આ ઉપરાંત ITR ડિક્લેરેશન પણ બતાવવાનું રહેશે.
જો સોર્સ ન બતાવી શક્યા તો શું થશે?
જો તમે રૂપિયાનો સોર્સ બતાવી શકવામાં સક્ષમ નથી, તો તમારા માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે છે કે તમે કેટલો ટેક્સ ભર્યો છે. જો ગણતરીમાં અનડિસ્ક્લોજ રોકડ મળી આવે છે, તો ઈનકમ ટેક્સ વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવી સ્થિતિમાં તમારી પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી શકે છે.
આવા મામલામાં થઈ શકે છે ધરપકડ
ઘણી વખત આપણે સમાચારોમાં જોઈએ છીએ કે કોઈ અમલદાર, અધિકારી કે ઉદ્યોગપતિના ઘરે IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને લાખો-કરોડો રૂપિયાની રોકડ મળી આવી. આ રોકડ અનધિકૃત રોકડ છે. આવકવેરા વિભાગ કાર્યવાહી કરતા પગલાં તે ઈનકમનો સોર્સ પૂછે છે. જ્યારે કોઈ વ્યક્તિ સોર્સ ઓફ ઈનકમની માહિતી આપવામાં અસમર્થ હોય, તો કાર્યવાહી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની રોકડ જપ્ત કરવામાં આવે છે. વ્યક્તિને દંડ પણ કરવામાં આવે છે અને કેટલીકવાર ધરપકડ કરવામાં આવે છે. એકંદરે તમે ઘરમાં જે પણ રોકડ રાખો છો, તેનો સ્ત્રોત હોવો જરૂરી છે.
રોકડના મામલમાં અન્ય નિયમો શું છે?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અનુસાર જો તમે તમારા બેન્ક ખાતામાંથી એક સમયે 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડ અથવા જમા કરો છો, તો તમારે તમારું પાન કાર્ડ બતાવવું પડશે.
શું છે આવકવેરા કાયદાની કલમ 194N?
આવકવેરા કાયદાની કલમ 194N હેઠળ કોઈ વ્યક્તિએ છેલ્લા 3 વર્ષથી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, જો તે નાણાંકીય વર્ષમાં બેન્કમાંથી 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડે છે, તો તેણે 20 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 2% અને 1 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર 5% TDS ચૂકવવો પડશે. ITR ફાઈલ કરનારા લોકોને આ મામલે થોડી રાહત મળે છે. આવા લોકો TDS ભર્યા વિના બેન્ક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેન્ક ખાતામાંથી નાણાકીય વર્ષમાં 1 કરોડ રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકે છે. જો તમે એક વર્ષમાં બેન્કમાંથી રૂ. 1 કરોડથી વધુ રોકડ ઉપાડો છો, તો તમારે 2% TDS ચૂકવવો પડશે.
Trending Photos