ભારતના આ રહસ્યમય ટાપુ પર કોઈ જઈ શકતું નથી, ભૂલેચૂકે પગ મૂકશો તો મોત નક્કી!
આ વાત કોઈ ફિલ્મની કહાની નથી પરંતુ ભારતના એક એવા રહસ્યમય ટાપુની છે જ્યાં આજે પણ સમય જાણે થોભી ગયો છે. જો આ ટાપુ પર કોઈ ઘૂસે તો તે જીવતો પાછો આવતો નથી.
ભારતના આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહોમાં એક એવો આદિવાસી સમૂહ છે જે છેલ્લા 55 હજાર વર્ષથી સમગ્ર દુનિયાથી જાણે એકદમ અલગ રહે છે. આ જનજાતિનું નામ છે સેન્ટિનલી જનજાતિ, જે નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ પર રહે છે.
દુનિયાની સૌથી ખતરનાક જનજાતિઓમાંથી એક
આ જનજાતિ આજે પણ આધુનિક દુનિયાના સંપર્કથી દૂર છે અને બહારના લોકો જો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો હિંસક પ્રતિક્રિયા આપે છે. તેમની ગણતરી દુનિયાની સૌથી રહસ્યમયી અને ખતરનાક જનજાતિઓમાં થાય છે.
કોણ છે સેન્ટિનલી જનજાતિ
સેન્ટિનલી લોકો ખુબ જ મર્યાદિત સંખ્યામાં નોર્થ સેન્ટિનલ ટાપુ પર રહે છે. તેમની જનસંખ્યા 50થી 150 વચ્ચે ગણવામાં આવે છે. આ લોકો શિકારી-સંગ્રહકર્તા જીવનશૈલી અપનાવે છે. માછલીઓ અને વન્ય ઉત્પાદનો પર નિર્ભર રહે છે અને પોતાના હથિયાર લાકડી અને પથ્થરોથી બનાવે છે.
કોઈ બહારની વ્યક્તિ તેમની સાથે સંવાદ કરી શક્યા નથી
તેમની ભાષા એટલી અનોખી અને અલગ છે કે આંદમાનની બીજી જનજાતિઓની ભાષાઓ સાથે પણ તેમને કોઈ મેળ નથી. હજુ સુધી કોઈ બહારની વ્યક્તિ તેમની સાથે સંપર્ક કરી શક્યા નથી.
કેમ નથી થતો સંપર્ક
ભારત સરકારે આ જનજાતિઓની સુરક્ષા અને તેમની જીવનશૈલીની સુરક્ષા માટે નોર્થ સેન્ટિનલ ટાપુ પર લોકોની એન્ટ્રી સંપૂર્ણ રીતે બંધ કરી છે. 5 નોટિકલ માઈલના દાયરામાં કોઈ પણ વ્યક્તિ જાય તો કાનૂની કાર્યવાહી થાય છે.
બીમારીઓથી કોઈ રોગ પ્રતિકારક ક્ષમતા નથી
કારણ સ્પષ્ટ છે કે આ જનજાતિઓને બહારની દુનિયાની બીમારીઓથી કોઈ પણ રોગપ્રતિકારક ક્ષમતા નથી. જો કોઈ વ્યક્તિ તેમની સાથે સંપર્ક કરે તો તેના માટે જીવલેણ નીવડી શકે છે.
અમેરિકી નાગરિક માર્યો ગયો
2018માં એક અમેરિકી મિશનરી જ્હોન એલેન ચાઉએ સેન્ટિનલી લોકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી.
ટાપુમાં ઘૂસ્યો તો મારી નાખ્યો
તે ગૂપચૂપ રીતે આ ટાપુમાં ઘૂસ્યો અને ધાર્મિક પ્રચાર કરવા માંગતો હતો. પરંતુ ટાપુમાં જેવો તે ઘૂસ્યો કે તેને તીરથી હુમલો કરીને મારી નાખવામાં આવ્યો. આ ઘટના બાદ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન આ જનજાતિ પ્રત્યે ગયું.
કેમ ગણાય છે ખતરનાક
સેન્ટિનલી લોકોની જીવનશૈલીમાં બહારના હસ્તક્ષેપને બિલકુલ તેઓ સહન કરી શકતા નથી. તેઓ દરેક અજાણ્યાને દુશ્મન માને છે અને તરત આક્રમક બને છે. તેમના તીર અને ભાલા આજે પણ તેમના સૌથી મોટા હથિયારો છે.
આધુનિકતાની ચકાચોંધથી દૂર
સેન્ટિનલી જનજાતિ આજે પણ માનવ સભ્યતાની એવી અવસ્થામાં જીવે છે કે જ્યાંથી આપણી વિકાસ યાત્રા શરૂ થઈ હતી. આધુનિકતાની ચકાચોંધથી દૂર આ લોકો આજે પણ પ્રકૃતિની સાથે સામંજસ્યથી રહે છે.
ભારત સરકારે એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ
તેમને છેડવા એ માત્ર તેમના માટે નહીં પરંતુ આપણા માટે પણ જોખમી છે. આથી ભારત સરકારે તેમના ટાપુને 'નો ગો એરિયા' તરીકે જાહેર કર્યો છે અને તેમને તેમની દુનિયામાં શાંતિથી જીવવા દેવાની નીતિ અપનાવી છે.
Trending Photos