ગુજરાતમાં ક્યાં આવેલું છે સ્ટાર ક્રિકેટર જાડેજાનું ઘર ? શાહી મહેલથી ઓછો નથી તેમનો બંગલો, જુઓ Inside Photos
Ravindra Jadeja : રવિન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરનો વતની છે અને તે તેના વતનના સૌથી ફેમસ લોકોમાંથી એક છે. જામનગરમાં જાડેજાનો બંગલો કોઈ રાજવી મહેલથી ઓછો નથી. ત્યારે જાડેજાના બંગલામાં કઈ કઈ સુવિધાઓ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Ravindra Jadeja : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે અને તે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટીમ માટે મેચ વિનર રહ્યો છે. તો જાડેજા ક્રિકેટ ઉપરાંત તેની લાઈફ સ્ટાઈલના કારણે પણ ચર્ચામાં રહે છે.
રવિન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરનો રહેવાસી છે. જાડેજાનું ઘર જામનગરમાં આવેલું છે અને તે જે ઘરમાં રહે છે તે બંગલો કોઈ રાજવી મહેલથી ઓછો નથી. આ બંગલામાં તમામ પ્રકારની સુવિધાઓ છે.
રવીન્દ્ર જાડેજા જામનગરમાં 4 માળના બંગલામાં રહે છે. જાડેજાનો બંગલો શાહી મહેલ જેવો દેખાય છે, જેમાં વિશાળ દરવાજા અને જૂના કિંમતી ફર્નિચર અને ઝુમ્મર છે. રવીન્દ્ર જાડેજાના ઘરની અંદરની સજાવટ જોવા જેવી છે. જાડેજાનું ઘર મોંઘા શોપીસથી શણગારેલું છે.
રવિન્દ્ર જાડેજાના લિવિંગ રૂમમાં એક વૈભવી સોફા છે. રવિન્દ્ર જાડેજા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ઘરની તસવીરો શેર કરે છે. રવિન્દ્ર જાડેજાના બંગલામાં ખૂબ મોટો ડાઇનિંગ એરિયા છે, જે શાહી અનુભૂતિ આપે છે.
રવિન્દ્ર જાડેજા પાસે એક ફાર્મ હાઉસ પણ છે, જેને તે 'શ્રી જડ્ડુ ફાર્મ હાઉસ' કહે છે. જાડેજા તેના ફાર્મ હાઉસમાં ઘોડાઓ સાથે મોટાભાગનો સમય વિતાવતો જોવા મળે છે.
Trending Photos