Expert Tips: બજારમાં હાહાકાર વચ્ચે રોકાણકારો ખરીદી રહ્યા છે આ બેંકનો શેર, એક્સપર્ટે આપ્યું ADD રેટિંગ
Expert Tips: એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે બજારનો મૂડ ખરાબ છે. તે જ સમયે, આ બેંકના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકના શેરના ભાવમાં આજે એટલે કે શુક્રવાર અને 04 એપ્રિલના રોજ લગભગ 3 ટકાનો વધારો થયો છે.
Expert Tips: ડોનાલ્ડ ટ્રમ્પના કારણે બજારનો વેચવાલીના મુડમાં જોવા મળી રહ્યું છે. જ્યારે આ બેંકનો શેરમાં ભાવમાં આજે એટલે કે 04 એપ્રિલના રોજ લગભગ 3 ટકાનો વધારો થયો છે. આના પાછળનું કારણ બેંકના માર્ચ મહિનાના વ્યવસાય અંગેની અપડેટ હોવાનું માનવામાં આવે છે.
આજે એટલે કે શુક્રવારે અને 04 એપ્રિલના રોજ BSE માં HDFC બેંક(Hdfc Bank Share Price)ના શેર 1808 રૂપિયાના સ્તરે ખુલ્યા. દિવસ દરમિયાન કંપનીના શેરનો ભાવ 2.70 ટકા વધીને 1842.20 રૂપિયાના સ્તરે પહોંચ્યો. જોકે, આ પછી, કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પછી પણ, ખાનગી બેંકના શેર 12 વાગ્યા પછી 2 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકને કુલ એડવાન્સ 26.40 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયા છે. જેમાં વાર્ષિક ધોરણે 5.4 ટકાનો વધારો થયો છે. થાપણોમાં 15.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. બેંકના બિઝનેસ અપડેટ મુજબ આ વખતે ડિપોઝીટ 25.3 લાખ કરોડ રૂપિયા છે.
HDFC બેંક કરંટ સેવિંગ્સ એકાઉન્ટ્સ (CASA) 8.3 કરોડ રૂપિયા હતી. વાર્ષિક ધોરણે 5.7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. રિટેલ લોનમાં 9 ટકા અને કોમર્શિયલ અને રૂરલ બેન્ક લોનમાં 12.8 ટકાનો વધારો થયો છે.
બ્રોકરેજ હાઉસ ઇનક્રેડ ઇક્વિટીઝે 2150 રૂપિયાનો લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે. બ્રોકરેજ હાઉસે 'ADD' રેટિંગ આપ્યું છે.
છેલ્લા 6 મહિનામાં આ બેંકિંગ શેરના ભાવમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, બેંકના શેરના ભાવમાં એક વર્ષમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે.
(Disclamar: આ એક્સપર્ટના પોતાના અંગત મંતવ્ય છે, Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે.)
Trending Photos