BCCIએ છોડ્યો, MIએ જવા દીધો...સનરાઇઝર્સે અપનાવ્યોને ભૂકા કાઢી નાખ્યા, જાણો મેચ બાદ શું કહ્યું ઈશાન કિશને

Ishan Kishan : સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઇશાન કિશને રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી હતી. આનાથી તેની કારકિર્દીને નવી ઉડાન મળી છે. આ સિઝનની આ તેની પ્રથમ મેચ હતી અને તેણે સાબિત કર્યું કે તેને ભારતીય ક્રિકેટમાં સ્ટાર તરીકે શા માટે જોવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં તેને ઘણો સામનો કરવો પડ્યો છે. 
 

1/6
image

IPL 2025ની પ્રથમ સદી સનરાઈઝર્સ હૈદરાબાદના ઈશાન કિશને ફટકારી હતી. આ 26 વર્ષીય બેટ્સમેને રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે 47 બોલમાં 11 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 106 રનની અણનમ ઈનિંગ રમી અને પોતાની ટીમને 286ના સ્કોર સુધી પહોંચાડી દીધી. 

2/6
image

ઈશાનને વર્ષ 2023 સુધી ભારતીય ટીમના પ્લાનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે, આ પછી તેના જીવનમાં એવો વળાંક આવ્યો કે BCCIએ તેને કરારમાંથી બહાર કરી દીધો હતો. ઈશાને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2023માં રમી હતી. 

3/6
image

જો કે, ઈશાને શાંતિથી તૈયારી શરૂ કરી લીધી હતી. પટનામાં તેની એકેડેમીમાં સખત પ્રેક્ટિસ કરી અને હવે તેણે IPL 2025માં તેની પહેલી જ મેચમાં સદી ફટકારીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેની વાપસીને યાદગાર બનાવી છે.

4/6
image

ઈશાન IPL 2024માં મુંબઈની ટીમનો ભાગ હતો, પરંતુ 14 મેચોમાં 148.84ના સ્ટ્રાઈક રેટથી 320 રન બનાવી શક્યો હતો. જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ પછી મેગા ઓક્શન પહેલા મુંબઈ ફ્રેન્ચાઈઝીએ પણ તેને પોતાની ટીમમાંથી હટાવી દીધો હતો. 

5/6
image

2025ની મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 11.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો.  આનાથી તેની કારકિર્દીને નવી દિશા મળી અને હવે તેણે સાબિત કરી દીધું છે કે તે ભારતીય ક્રિકેટના સ્ટાર્સમાંનો એક છે.

6/6
image

IPLમાં પોતાની પ્રથમ સદીના આધારે 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યા બાદ તેણે કહ્યું કે, હું થોડો નર્વસ હતો. પેટ કમિન્સ અને ટીમના કોચે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો. મેં મેદાન પર મારી ઇનિંગ્સનો આનંદ માણ્યો.