મુંબઈ ઈન્ડિયન્સ માટે ગૂડ ન્યુઝ...જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી, જાણો કોની સામે રમશે પ્રથમ મેચ ?

Jasprit Bumrah Comeback : IPL 2025માં 4 માંથી 3 મેચ હારી ગયેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ સાથે જોડાયો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બુમરાહ IPL 2025માં તેની પ્રથમ મેચ કોની સામે રમશે. 

1/5
image

Jasprit Bumrah Comeback : મુંબઈ ઈન્ડિયન્સ માટે રવિવારે સારા સમાચાર આવ્યા છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમ તરફથી  ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. 

2/5
image

મેડિકલ ટીમ તરફથી લીલી ઝંડી મળતા જસપ્રિત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર 'રેડી ટુ રોર' નામે વીડિયો શેર કરીને બુમરાહના કેમ્પમાં જોડાવાની પુષ્ટિ કરી હતી.  

3/5
image

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સિડનીમાં ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયાના લગભગ ત્રણ મહિના બાદ જસપ્રિત બુમરાહ મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. તેને IPL 2025માં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. 

4/5
image

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે છે, જે વાનખેડે સ્ટેડિયમમાં 7 એપ્રિલે રમાશે. આ મેચમાં જસપ્રીત બુમરાહના રમવા પર શંકા છે.  

5/5
image

આ મેચ પહેલા ટીમે માહિતી આપી છે કે જસપ્રીત બુમરાહ ટીમ સાથે જોડાઈ ગયો છે અને તે રમવા માટે તૈયાર છે. જો કે, એવા સમાચાર છે કે મેચ રમવા પહેલા બુમરાહ ટીમ સાથે પ્રેક્ટિસ મેચ રમી શકે છે.