IPL શરૂ થતા પહેલા જ રિષભ પંતનું વધ્યું ટેન્શન...11 કરોડ રૂપિયાનો ફાસ્ટ બોલર અડધી સિઝનમાં રહેશે બહાર

IPL 2025 : IPLની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. લખનૌનો ફાસ્ટ બોલર ઈજાને કારણે IPL 2025ના પહેલા ભાગમાં રમી શકશે નહીં. ઈજાના કારણે તે લાંબા સમયથી મેદાનથી દૂર છે. લખનૌ દ્વારા તેને 11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.
 

1/6
image

IPLની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPLની તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ IPLની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. 

2/6
image

ટીમનો યુવા બોલર મયંક યાદવ ઈજામાંથી બહાર આવી શક્યો નથી, એવું લાગી રહ્યું છે કે તે IPL 2025ના પહેલા હાફમાંથી બહાર થઈ જશે. તે IPLના બીજા હાફથી રમી શકે છે.

3/6
image

મયંક યાદવે પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા છે, તે મોટા બેટ્સમેનોને પરેશાન કરતો જોવા મળ્યો છે. આ જ કારણ હતું કે લખનઉ સુપર જાયન્ટ્સે તેને હરાજી પહેલા 11 કરોડ રૂપિયા સાથે રિટેન કર્યો હતો. 

4/6
image

મયંક યાદવ ગયા વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો. મયંક યાદવને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જેમાંથી તે સાજો થઈ રહ્યો છે. સારી વાત એ છે કે તેણે તાજેતરમાં બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફરી બોલિંગ શરૂ કરી છે.

5/6
image

મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIએ મયંક યાદવની વાપસી માટે કોઈ તારીખ નક્કી કરી નથી. જો મયંક ફિટનેસના ધોરણોને પૂર્ણ કરે છે અને તેના વર્કલોડમાં વધારો કરે છે, તો શક્ય છે કે તે IPL 2025ના બીજા ભાગમાં રમતો જોવા મળે.  

6/6
image

મયંક યાદવે IPL 2024માં 4 મેચ રમી હતી, જેમાં તેણે 7 વિકેટ ઝડપી હતી. તેની ઈકોનોમી 7ની આસપાસ હતી. તે ગત વર્ષે તેની ઝડપી બોલિંગને કારણે ચર્ચામાં રહ્યો હતો. તેણે RCB સામે IPL 2024નો સૌથી ઝડપી બોલ (156.7) ફેંક્યો હતો.