જાપાની બાબા વેંગાએ જુલાઈ 2025ને લઈ કરી ડરામણી ભવિષ્યવાણી, ધરતીની ખૂબ જ નજીક છે તબાહી!

Ryo Tatsuki 2025 Prediction:  હાલમાં રિયો તાત્સુકીએ જુલાઈ 2025 વિશે એક ડરામણી ભવિષ્યવાણી કરી છે. તેમણે એક મોટી કુદરતી આફતની ચેતવણી આપી છે, જેણે આખી દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે.

જાણો કોણ છે જાપાની બાબા વેંગા?

1/8
image

જાપાનના પ્રખ્યાત ભવિષ્યવક્તા રિયો તાત્સુકીને લોકો હવે 'જાપાની બાબા વેંગા'ના નામથી ઓળખે છે. તેમણે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જે સમયની સાથે સાચી પડી છે... જેમ કે, 2011ની જાપાની સુનામી, મહામારીની લહેર અને અન્ય ઘણા અકસ્માતો.

નવી ભવિષ્યવાણીએ વધારી ચિંતા

2/8
image

તાજેતરમાં રિયો તાત્સુકીએ જુલાઈ 2025 વિશે એક ડરામણી ભવિષ્યવાણી કરી છે. તેમણે એક મોટી કુદરતી આફતની ચેતવણી આપી છે, જેણે માત્ર જાપાન જ નહીં પરંતુ આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે.

ક્યારે અને ક્યાંથી આવવાની છે આ આફત?

3/8
image

રિયો તાત્સુકીના મતે જુલાઈ 2025માં જાપાનના દક્ષિણ સમુદ્રમાં દરિયાનું પાણી અચાનક ઉકળવા લાગશે અને પછી પાણીની અંદર જ્વાળામુખી ફાટશે. જ્વાળામુખી ફાટતાની સાથે જ ભયંકર સુનામી આવશે.

કયા દેશો અને વિસ્તારો ખતરો?

4/8
image

તાત્સુકીનો દાવો છે કે, આ સુનામી જાપાનના દક્ષિણ ટાપુઓ, તાઇવાનના દરિયાકાંઠાના વિસ્તારો અને ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોને ખરાબ રીતે અસર કરશે. આ સુનામીને કારણે અહીં ઉલ્લેખિત સ્થળોએ ભારે જાનમાલનું નુકસાન થવાના સંકેતો છે.

2011ની સુનામી કરતા વધુ ખતરનાક હશે?

5/8
image

રિર્યો તાત્સુકીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, આ આપત્તિ 2011ની ફુકુશિમા આફત કરતા પણ વધુ વિનાશક હોઈ શકે છે. તે સમયે આવેલી સુનામીમાં હજારો લોકો માર્યા ગયા હતા અને પરમાણુ પ્લાન્ટને પણ નુકસાન થયું હતું.

અગાઉ પણ સાચી સાબિત થઈ છે તાત્સુકીની ભવિષ્યવાણીઓ

6/8
image

તમને જણાવી દઈએ કે, તાત્સુકીએ 2011ની સુનામી, કોવિડ જેવી મહામારી અને એશિયામાં તાજેતરના આગ અને ભૂકંપની પણ પહેલાથી જ ભવિષ્યવાણીઓ કરી હતી. જે સમયની સાથે સાચી પડી છે. આ જ કારણ છે કે લોકો હવે તેમના શબ્દોને ગંભીરતાથી લેવા લાગ્યા છે.

જાણો કેટલી ગંભીર છે આ ચેતવણી?

7/8
image

જાપાની બાબા વેંગાએ તેમના પુસ્તકના માધ્યમથી આ ચેતવણી આપી છે અને તેમાં લખ્યું છે કે, જો સમયસર તૈયારીઓ નહીં કરવામાં આવે તો આ આફતમાં હજારો લોકો મૃત્યુ પામી શકે છે. આ ઉપરાંત ભારે વિનાશ થઈ શકે છે.

શું વૈજ્ઞાનિકો પણ માને છે કે આ શક્ય છે?

8/8
image

વૈજ્ઞાનિકો હજુ સુધી આ ભવિષ્યવાણીની પુષ્ટિ કરી રહ્યા નથી. પરંતુ જાપાન અને દક્ષિણ એશિયાનો વિસ્તાર 'રિંગ ઓફ ફાયર'માં આવે છે, જ્યાં વધુ ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળે છે. તેથી આવી આફત સંપૂર્ણપણે અશક્ય નથી.