Kidney Failure Symptoms: જો શરીરમાં જોવા મળે આ લક્ષણ તો સમજો ફેલ થવા લાગી છે કિડની! તત્કાલ કરાવો સારવાર

Kidney Failure Symptoms: કિડની આપણા શરીરનું મહત્વનું અંગ છે. તે યુરિનને સાફ કરી ખરાબ પદાર્થ બહાર કાઢવાનું કામ કરે છે. જો કોઈ કારણે કિડની કામ કરવાનું બંધ કરે તો વ્યક્તિનું મોત થઈ શકે છે. પરંતુ કિડની ખરાબ થતાં પહેલા કેટલાક સંકેત મળવા લાગે છે, જેનાથી તરત એલર્ટ થઈ જવું જોઈએ.

વારંવાર પેશાબ લાગવો

1/5
image

જો તમને વારંવાર પેશાબ લાગે છે. ખાસ કરીને રાતના સમયે પેશાબ વધુ લાગે છે તો તે કિડની ખરાબીનો સંકેત હોઈ શકે છે. તેવામાં કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરી તપાસ કરાવવી જોઈએ. તેનાથી તમારી સમસ્યાની જાણકારી મળી શકે છે.  

થાક અને નબળાઈ

2/5
image

હેલ્થ નિષ્ણાંતોના મતે કિડની ખરાબ થવા પર શરીરમાં નબળાઈ અને થાકનો અનુભવ થાય છે. તેનું કારણ છે કે શરીરનો ખરાબ કચરો બહાર નીકળી શકતો નથી. જેનાથી તે અંદર રહીને ઈન્ફેક્શન ફેલાવે છે અને ધીમે-ધીમે બીમાર પાડે છે.

શ્વાસ લેવામાં મુશ્કેલી

3/5
image

જ્યારે કિડની ખરાબ થાય છે, ત્યારે શરીરમાંથી વધારાનું પ્રવાહી અને કરચો દૂર કરી શકાતો નથી. તે લોહીમાં ભળી જાય છે અને ઓક્સિજનના પ્રવાહને અવરોધે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો કોઈને આવા લક્ષણો દેખાય તો તેણે ચોક્કસપણે તેની કિડનીની તપાસ કરાવવી જોઈએ નહીંતર તેને પાછળથી પસ્તાવું પડી શકે છે.

શરીરમાં સોજા આવવા

4/5
image

ડોકટરોના મતે, જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે, ત્યારે આપણા શરીરમાં વધારાનું પ્રવાહી એકઠું થવા લાગે છે. જેના કારણે આપણા હાથ, પગ અને પગની ઘૂંટીઓમાં સોજા આવવા લાગે છે. જેના કારણે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે.

ફોમિંગ અને રક્તસ્ત્રાવ

5/5
image

જ્યારે કિડનીને નુકસાન થાય છે, ત્યારે તે પેશાબને યોગ્ય રીતે સાફ કરવામાં અસમર્થ હોય છે. જેના કારણે મોટી માત્રામાં પ્રોટીન પણ બહાર નીકળવા લાગે છે. જેના કારણે પેશાબમાં વધુ ફીણ બનવા લાગે છે. તેની સાથે ક્યારેક પેશાબમાં લોહી પણ દેખાવા લાગે છે. આ પણ કિડની ફેલ્યરનું એક મહત્વનું લક્ષણ છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.