Gold Rate: જો જો રહી ન જાઓ...ઘટેલા ભાવે સોનું લેવાની તક, જાણો તૂટીને કેટલે પહોંચ્યું સોનું? 10 ગ્રામનો ભાવ જાણો
સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. વિશેષજ્ઞોનું કહેવું છે કે અમેરિકા અને જાપાન તથા યુરોપીયન સંઘ જેવા વ્યાપારિક ભાગીદારો વચ્ચે ટેરિફ ડીલની આશાના કારણે સુરક્ષિત રોકાણની અપીલ ઓછી થવાથી સોનું 25 ડોલરના વધુ એક ઘટાડા સાથે 3345 પર ક્લોઝ થયું. જે 0.70 ટકાનો ઘટાડો દર્શાવે છે.
સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલ્યન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના રેટ્સ મુજબ 24 કેરેટ 10 ગ્રામ સોનું શુક્રવારે સાંજે 347 રૂપિયા ઘટીને 98,388 રૂપિયા પર ક્લોઝ થયुं હતुं જે સવારે 98,735 રૂપિયા પર ખુલ્યुं હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદી સવારે 1,14,988 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી જ્યારે સાંજે 1,14,342 પર ક્લોઝ થઈ એટલે કે ચાંદીમાં 646 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. શનિ-રવિ એસોસિએશન તરફથી રેટ જાહેર થતા નથી. તે પહેલા ગુરુવારે પણ સોનું મોટા કડાકા સાથે જોવા મળ્યું હતું.
કેરેટ પ્રમાણે ભાવ
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
Trending Photos