50 વર્ષ બાદ ચમકી શકે છે આ જાતકોનું ભાગ્ય, ડબલ રાજયોગથી થશે ધનલાભ, નોકરી-ધંધામાં મળશે સફળતા

Rashifal 2025: વૈદિક પંચાગ અનુસાર શુક્ર ગ્રહના ગોચરથી માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
 

1/5
image

Malavya Rajyog 2025: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર ગોચર કરી શુભ અને રાજયોગ બનાવે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું ચે. સાથે બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. તેવામાં કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. આ લોકોને નવી નોકરી સાથે અપાર ધનલાભ થઈ શકે છે. તો અટવાયેલા પૈસા પરત મળી શકે છે. સાથે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

મકર રાશિ

2/5
image

તમારા લોકો માટે માલવ્ય રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન વેપારીઓને કોઈ મોટી સફળતા મળી શકે છે. સાથે કારોબારનો વિસ્તાર થઈ શકે છે. તમારી આવકના સ્ત્રોત વધી શકે છે. આ સમયે તમને દરેક ક્ષેત્રમાં સહયોગ મળશે, નોકરી અને વેપારમાં પ્રગતિ થશે તથા લાંબા અંતરની યાત્રાઓ ફાયદાકારક રહેશે. આ સમયે મીડિયા, ફેશન ડિઝાઇનિંગ, ફિલ્મ લાઇન અને મોડલિંગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને સારો લાભ થઈ શકે છે.

કુંભ રાશિ

3/5
image

માલવ્ય રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ કુંભ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી નવમ ભાવમાં ભ્રમણ કરશે. તેથી આ સયે તમને મહેનતનું ફળ અને ભાગ્યનો સાથ મળશે. તમારી મુલાકાત સમાજમાં ઉચ્ચ પદે રહેલા લોકો સાથે થશે. સાથે ભવિષ્યમાં તમને આ વ્યક્તિઓથી લાભ થઈ શકે છે. આ સમયે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. ધાર્મિક કે આધ્યાત્મક કાર્યોમાં રૂચિ વધશે. વિદેશ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. નોકરી કરનારને કામસ્થળ પર માન-સન્માન અને પ્રગતિની તક મળી શકે છે. આ સમયે તમે બચત કરી શકશો.

તુલા રાશિ

4/5
image

બુધાદિત્ય રાજયોગ અને માલવ્ય રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમને માન-સન્માન મળશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે અને ભાગીદારીમાં કામ કરવાથી મોટો લાભ થઈ શકે છે. કાયદાકીય મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે અને કરિયરમાં નવી સિદ્ધિ મળશે. આ દરમિયાન કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ભાગીદારીથી કામ કરવામાં લાભ મળી શકે છે.  

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.