76 કલાક બાદ શનિ બનાવશે છપ્પરફાડ ધનલાભ કરાવે તેવો પાવરફૂલ યોગ! આ રાશિવાળાના ભાગ્યનો સિતારો ચમકી જશે
28 જુલાઈના રોજ મંગળ કન્યા રાશિમાં ગોચર કરશે. જેનાથી શનિ સાથે સમસપ્તક યોગનું નિર્માણ થશે. આવામાં 3 રાશિવાળાને ફાયદો થઈ શકે છે.
મંગળ ગ્રહોના સેનાપતિ ગણાય છે અને જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તમામ 12 રાશિઓ પર અસર થતી હોય છે. ભૂમિપુત્ર મંગળ 28 જુલાઈના રોજ રાતે 8.11 કલાકે સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં ગોચર કરશે. અને 13 સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે. બીજી બાજુ મીન રાશિમાં શનિ વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આવામાં શનિ અને મંગળનો સમસપ્તક યોગ બની રહ્યો છે. શનિ અને મંગળ વચ્ચે દ્રષ્ટિ સંબંધ બની રહ્યો છે. આવામાં 12 રાશિના જાતકો પર કોઈને કોઈ પ્રભાવ જોવા મળી શકે છે. જાણો શનિ મંગળનો આ સમસપ્તક યોગ કોના માટે લાભકારી રહી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિ માટે મંગળ છઠ્ઠા ભાવમાં બિરાજમાન રહેશે. મંગળ ઉપર શનિની દ્રષ્ટિ પણ રહેશે. આવામાં સમસપ્તક યોગ અનેક રીતે ફાયદો કરાવી શકે છે. જો કે કેટલીક બાબતોમાં સાવધાન રહેવું પણ જરૂરી છે. શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે. મેષ રાશિમાં સાડા સાતીનો તબક્કો ચાલે છે. શિ તમારી રાશિમાં કર્મ અને આવકના સ્વામી છે. તેઓ 12માં ઘરે વિદેશના ઘરમાં ગયા છે. મંગળ તેમને જોઈ રહ્યો છે. આવામાં જે લોકોનો વિદેશોમાં વેપાર છે તેમને લાભ થઈ શકે છે. વિદેશમાં ચાલતા વેપારમાં સારો લાભ થાય તેવા યોગ છે. આયાત નિકાસના બિઝનેસમાં પણ સારું ફળ મળી શકે. ભાગ્યનો સાથ મળી શકે છે. અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે.
તુલા રાશિ
શનિ અને મંગળનો સમસપ્તક યોગ તુલા રાશિના જાતકોને પણ અનેક રીતે ફાયદો કરાવી શકે છે. આ રાશિમાં મંગળ 12માં ભાવમાં બિરાજમાન રહેશે. તમારી કુંડળીમાં મંગળ ધન અને વેપારના સ્વામી છે. આ સાથે શનિ તુલા રાશિ માટે યોગકારક ગ્રહ એટલે કે ચોથા અને પાચમા ઘરોના સ્વામી છે. ખર્ચા વધશે પરંતુ સારી જગ્યાએ થઈ શકે છે. જો તમે ક્યાંક રોકાણ કરવા માંગતા હોવ તો કરી શકો છો. ભવિષ્ય માટે લાભકારી રહેશે. આવનારા સમયમાં બિઝનેસ કે પછી તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખર્ચ કરી શકો છો. વિદેશ મુસાફરી કરી શકો છો. ટ્રાવેલ ટુરિઝમ કે વિદેશ વેપારથી સારી કમાણીના યોગ છે. વિદેશમાં નોકરીનું સપનું પૂરું થઈ શકે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મકર રાશિ
મકર રાશિમાં મંગળ નવમાં ભાવમાં પ્રવેશ કરશે અને તેના ઉપર રાશિના સ્વામી શનિની દ્રષ્ટિ પડશે. આવામાં શનિ મંગળનો સમસપ્તક યોગ અનેક રીતે તમને ખુબ લાભ કરાવી શકે છે. શનિ ત્રીજા અને મંગળના નવમાં ઘરમાં હોવાથી તમે અનેક મુસાફરીઓ કરી શકો છો. મિત્ર કે પરવાર સાથે ટ્રિપ પ્લાન કરી શકો છો. જમીન, મકાન, ટ્રાવેલ, કે પછી રિયલ એસ્ટેટના માધ્યમથી સારો એવો ફાયદો થઈ શકે છે. વિદેશમાં આયાત નિકાસના કામમાં ફાયદો થઈ શકે છે. ખર્ચા વધી શકે પરંતુ સારા કામોમાં પૈસા ખર્ચ થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદી શકો છો. જો કે ગુસ્સાથી બચવું.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos