મોરબીના પેપર મિલમાં લાગેલી વિકરાળ આગ કલાકો બાદ પણ બેકાબુ, ફાયરના કર્મચારીઓની જહેમત યથાવત
Morbi Fire: મોરબીમાં અણીયારી ટોલનાકા નજીક આવેલ પેપર મિલના ગોડાઉનમાં પડેલ વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી હતી. પેપર મિલના ગોડાઉનમાં પડેલા પેપરના જથ્થામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોરબી, રાજકોટ સહિત આસપાસના ફાયર વિભાગ દ્વારા આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
મોરબીમાં અણીયારી ટોલનાકા નજીક આવેલ પેપર મિલના ગોડાઉનમાં પડેલ વેસ્ટ પેપરના જથ્થામાં બપોરે 4:00 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. જેને કાબુમાં લેવા માટે મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી બહારથી ફાયરના વાહનોને આવ્યા હતા અને આગને કાબુમાં લેવા માટેના ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
જો કે, ચાર કલાક પછી પણ આગ બેકાબુ હતી અને આગને કાબુમાં આવતા હજુ 24 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા સેવાઇ રહી છે અને આ આગથી કારખાનેદારને કરોડો રૂપિયાનું નુકસાન થશે તે નિશ્ચિત છે
પેપર મિલમાં અગમ્ય કારણો લાગી ભયંકર આગ
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામના સીમ વિસ્તારમાં અણીયારી ટોલનાકા પાસે આવેલ લેમિટ પેપર મિલનો વેસ્ટ પેપર રાખવા માટેના કાસ્વા ટાઇલ્સનો શેડ ગોડાઉન તરીકે ભાડે રાખ્યો હતો.
જેમા રવિવારે બપોરના 4:00 વાગ્યાના અરસમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની છે અને જોત જોતામાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે. જેથી કરીને આ અંગેની મોરબી, રાજકોટ, હળવદ અને ધાંગધ્રાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
કારખાનેદારને કરોડો રૂપિયાનું નુકસાન
હાલમાં લેમિટ પેપર મિલ કારખાનાના ભાડે રાખેલ ગોડાઉનમાં આગ લાગેલ છે. આ આગને કાબુમાં કરવા માટે છેલ્લી ચાર કલાકથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. જો કે, આગ કાબુમાં આવેલ નથી અને આખુ ગોડાઉન આગની જપેટમાં આવી ગયુ છે.
કરખાનાના ડિરેકટરના કહેવા મુજબ 12 હજાર ટન જેટલો પેપર વેસ્ટનો માલ પડ્યો હતો. જો કે, આગ સમયસર કાબુમાં ન આવતા બળીને ખાખ થઇ ગયેલ છે અને હાલમાં નુકસાનીનો આંકડો કહેવો મુશકેલ છે. જો કે, કરોડનું નુકસાન થશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
હજુ સુધી આગ કાબુ આવી નથી
મોરબી જિલ્લામાં અગાઉ પણ કારખાનાઓમાં આગ લાગી હોય અને કારખાનેદારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવી ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં પણ સ્થાનિક લેવલે ફાયરની અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જેથી કરીને બીજા જિલ્લાઓમાંથી ફાયરના વાહનો આવે ત્યાં સુધી કારખાનેદાર સહિતના લોકોએ પોતાની માલમિલકત પોતાની નજર સામે બળીને ખાખ થતી હોય તે જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
આવો જ ઘાટ આજે માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમા પેપર મિલમાં લીગેલ આગમાં જોવા મળ્યો હતો અને આ આગને કાબુમાં લાગતા હજુ પણ લગભગ 24 કલાક જેટલો સમય લાગશે તેવું ફાયરનો સ્ટાફ જણાવી રહ્યો છે.
Trending Photos