Rahu Ketu Transit 2025: 5 રાશિવાળાઓના જીવનમાં તોફાન સર્જી દેશે રાહુ-કેતુ, 16 મહિના સુધીનો સમય સંભાળીને રહેવું
Rahu Ketu Transit Negative Impact 2025 To 2026: રાહુ કેતુ દર 18 મહિને ગોચર કરે છે. આ વર્ષમાં રાહુ કેતુ ગોચર કરી ચુક્યા છે અને હવે આગામી 16 મહિના સુધી આ ગોચરની અસર જોવા મળશે. રાહુએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યારે કેતુએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે.
રાહુ અને કેતુની ક્રૂરતા
ક્રૂર અને પાપી ગ્રહ ગણાતા રાહુ અને કેતુ હંમેશા વક્રી ચાલે છે. આ વર્ષે 18 મે ના રોજ રાહુ અને કેતુએ રાશિ પરિવર્તન કર્યું જેનો પ્રભાવ ડિસેમ્બર 2026 સુધી રહેશે. આ સમય 5 રાશિઓ માટે શુભ નથી. આ રાશિના લોકોએ રાહુ અને કેતુની ક્રૂરતા સહન કરવી પડશે.
મેષ રાશિ
રાહુ કેતુ પારિવારિક સમસ્યા આપી શકે છે. કારણ વિના વિવાદ અને ગેરસમજ વધે. જીવનમાં અશાંતિ રહે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થી શકે છે. ધન હાનિ થવાની શક્યતા. નિરાશાનો ભાવ વધશે. આ સમય દરમિયાન હિંમત રાખવી.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે રાહુ કેતુ જીવનમાં ઉતાર-ચઢાવ લાવશે. તમારી વાતનો ખોટો અર્થ નીકળી શકે છે. વિવાદથી દુર રહો. પ્રતિકૂળતા વધી શકે છે. દાંત, મોં સહિતની સમસ્યા વધી શકે છે. રોકાણ સમજી-વિચારીને કરવું.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોને રાહુ-કેતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આપી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. લગ્નજીવનમાં ખટપટ વધી શકે છે. તણાવ વધી શકે છે. કરિયર પર સંકટ વધી શકે છે. ખોટા નિર્ણય લેવાથી બચવું.
કન્યા રાશિ
કામ કરવામાં સાવધાની રાખવી. અચાનક મોટા ખર્ચા આવી શકે છે. કરજ લેવાની સ્થિતિ સર્જાઈ શકે છે. પૈસાની વ્યવસ્થા કરી રાખવી. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. નોકરીમાં ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને રાહુ-કેતુ તણાવ અને સંઘર્ષ આપી શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય બગડી શકે છે. કામથી કામ રાખવું. વિવાદથી બચવું, કરિયરમાં ઈચ્છિત પદ અને પૈસા ન મળે. સાવધાની અને બુદ્ધિમાનીથી કામ કરવું.
Trending Photos