ગુજરાતમાં ચોમાસાની બીજી ઈનિંગ શરૂ, બે મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ થઈ
Gujarat Rain Alert : ગુજરાતમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ આવશે. જુલાઈની શરૂઆતથી જ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે છે જોઈએ.
અરબ સાગર અને બંગાળના સાગરમાં મોટી ઉથલપાથલ થશે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ૩ થી ૬ જૂલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે. ૬ જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે 10 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. વરસાદ ૧૫ જૂલાઈ સુધી ચાલુ રહેશે.
ક્યા ક્યાં આવશે વરસાદ
દક્ષિણ ગુજરાત માં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારી માં ભારેોતા અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દસાડા, માંડલ આજુબાજુના વનપરડી, કડવાસણ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તો સાણંદ, ધોળકા, લખ્તર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
આગામી વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન
જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 2 જુલાઈ અને 3 જુલાઈએ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 30 થી 40કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે તેવી શક્યતાઓ છે.
ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ થયું
આજે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સર્કિય થયું છે. જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. તેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ આવશે. ગુજરાતના સૌરાષ્ટ કચ્છમાં વરસાદની આગાહી છે.
Trending Photos