હિલ સ્ટેશન તો ઘણા જોયા હશે...પણ ભાવનગરની આ 5 જગ્યા આગળ બધુ ફિક્કું! ચોમાસામાં મોજ પડી જશે

વરસાદની સીઝનમાં જો તમે કોઈ સારી જગ્યાએ ફરવા જવા માંગતા હોવ પરંતુ લેન્ડસ્લાઈડની સમસ્યાના કારણે હિલ સ્ટેશનો જવા ન માંગતા હોવ તો તમારા માટે ગુજરાત સારો વિકલ્પ બની શકે છે. ગુજરાતનુ ભાવનગર  ખુબ શાનદાર છે અને ફરવા માટે અનેક સારા સારા સ્થળો છે. જેમ કે પેલેસ, પાર્ક, ઝીલ ઝરણા વગેરે...
 

1/6
image

ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે જે તમને ચોમાસામાં આહલાદક અનુભવ કરાવી શકે છે. સાપુતારા, ડાંગના અનેક સ્થળો ચોમાસામાં ફરવા માટે સ્વર્ગ સમાન બનતા હોય છે. ત્યારે એક એવું પણ સ્થળ છે જે તમને મજાનો અનુભવ કરાવી શકે છે. અને તે છે ભાવનગર. 

વિક્ટોરિયા પાર્ક

2/6
image

વિક્ટોરિયા પાર્ક પણ ભાવનગરનું શાનદાર ફરવા લાયક સ્થળ છે. આ એક વિશાળ અને હરિયાળો પાર્ક છે. સવારની સેર, જોગિંગ મનને શાંત કરવા માટે ખુબ સારા છે. આ સાથે જ એક પરફેક્ટ પિકનિક સ્પોટ પણ છે. નેચર લવર્સ માટે આ પાર્ક ખુબ સુંદર છે. અહીં તમને ફૂલછોડ મળી રહેશે. 

ગૌરીશંકર ઝીલ

3/6
image

ભાવનગર ફરવા માટે જાઓ તો તમારે ગૌરીશંકર ઝીલ પણ જરૂર જોવી જોઈએ. આ ઝીલ ખુબ સુંદર છે. અહીં તમને શાંતિ અને શુકૂન મળશે. ભાવનગરની જાનના નામે પણ તે ઓળખાય છે. અહીં તમને શહેરથી દૂર શાંતિનો અહેસાસ થશે. આ ઝીલની ચારેબાજુ હરિયાળી અને ખજૂરના ઝાડ છે. અહીં તમે બોટિંગની મજા પણ લઈ શકો છો. 

તખ્તેશ્વર મંદિર

4/6
image

ભાવનગર શહેર ખુબ સુંદર છે. અહીં તમારે તખ્તેશ્વર મંદિર પણ જવું જોઈએ. આ એક પહાડી પર આવેલું મંદિર છે. ભગવાન શિવનું આ મંદિર  પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે. સુંદર સફેદ સંગેમરમરનું મંદિર છે. આ મંદિરમાં આવીને તમે અહીંથી શહેરનો અદભૂત નજારો જોવા મળશે. સૂર્યાસ્તનો નજારો પણ ગજબનો સુંદર જોવા મળે છે. 

ગાંધી સ્મૃતિ

5/6
image

ભાવનગર ગાંધી સ્મૃતિ માટે પણ ફેમસ છે. આ એક મ્યૂઝિયમ છે. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીના જીવન, તેમના દર્શન અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું યોગદાન દર્શાવવામાં આવ્યું છે. ઈતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ પરફેક્ટ જગ્યા સાબિત થઈ શકે છે. 

નીલમબાગ પેલેસ

6/6
image

ભાવનગરમાં ફરવા માટે નીલમબાગ  પેલેસ પણ શાનદાર છે. આ શહેરના મહારાજાનું પૂર્વ શાહી નિવાસ છે. જો કે હવે તે એક હેરિટેજ હોટલમાં ફેરવાઈ ગયો છે. આ અદભૂત અને શાનદર મહેલનું ભવ્ય આર્કિટેક્ચર અને સુંદર બગીચો જોઈને તમે ખુશ થઈ જશો. આ પેલેસનો ઈતિહાસ ખુબ જ જબરદસ્ત રહ્યો છે. અહીંની ભવ્યતા પ્રવાસીઓને ખુબ આકર્ષે છે.