Photos: માત્ર 2 રૂપિયામાં અંદરથી પણ જોઈ શકશો અંબાણી પરિવારનું આ કરોડોની કિંમતનું આલિશાન ઘર
મુકેશ અંબાણીનું બાળપણ ગુજરાતના ચોરવાડમાં તેમના 100 કરોડ રૂપિયાના પૈતૃક ઘરમાં વિતેલું છે. આ પરંપરાગત ગુજરાતી હવેલી 100 વર્ષ કરતા પણ જૂની છે. હવે આ ઘર ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ તરીકે ઓળખાય છે. અત્રે જણાવવાનું કે ફક્ત 2 રૂપિયામાં તમે અહીં એન્ટ્રી લઈ શકો છો અને અંબાણી પરિવારના વારસાને જોઈ શકો છો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનું મુંબઈ ખાતેનું લક્ઝુરિયસ ઘર એન્ટીલિયા એ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે. આવામાં દરેકને આ ઘર જોવાની ઈચ્છી રહેતી હોય છે. પરંતુ સામાન્ય માણસ માટે તો તે સપનું છે. કારણ કે તમે બહારથી જોઈ શકો. એન્ટીલિયા તો નહીં પરંતુ તમે અંબાણીના પૈતૃક ઘરને જરૂર અંદરથી જોઈ શકો છો. એ પણ ફક્ત 2 રૂપિયામાં. ગુજરાતમાં આવેલા અંબાણીના પૈતૃક ઘર વિશે ખાસ જાણો.
સ્મારકમાં ફેરવાયું
અંબાણી પરિવાર મૂળ તો ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી છે. અહીં તેમનું વર્ષો જૂનું પૈતૃક ઘર છે. 2002માં આ ઘરને ઘરીદતા પહેલા 20મી સદીની શરૂઆતમાં આ રાજસી સંપત્તિ અંબાણીએ ભાડે લીધી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરનારા ધીરુભાઈ અંબાણીનો જન્મ અહીં થયો હતો અને છેલ્લા કેટલાક વર્ષોમાં 2 માળની આ હવેલીને 2011માં એક સ્મારકમાં ફેરવી દેવાઈ હતી.
સાંસ્કૃતિક વારસો
છેલ્લા કેટલાક વર્ષોમાં આ પૈતૃક ઘરની બનાવટમાં અનેક ફેરફાર કરાયા છે. અંબાણીએ 2 માળની હવેલીની મૂળ વાસ્તુકલાને જાળવી રાખવાના પણ અનેક પ્રયત્ન કર્યા. તેમણે લાકડાનું ફર્નીચર, તાંબા પીત્તળના વાસણો અને અનેક ચીજો સાથે ધીરુભાઈ અંબાણી રહેતા હતા તે જગ્યા રિનોવેટ કરાઈ છે. જે પરિવારનો ભવ્ય સાંસ્કૃતિક વારસો દર્શાવે છે.
ભાડે લીધુ હતું ઘર અને આજે 100 કરોડ કિંમત
20મી સદીની શરૂઆતમાં આ પૈતૃક ઘરનો એક ભાગ મુકેશ અંબાણીના વડદાદા જમનાદાસ અંબાણીએ ભાડે લીધો હતો. ગુજરાતી શૈલી પ્રમાણે ઘરમાં વચ્ચે એક આંગણું, અનેક રૂમ અને એક વરન્ડો હતો. આજે આ 100 વર્ષ જૂની પ્રોપર્ટીની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે. આ ઘર ભલે એન્ટીલિયા જેવું ઝાકમઝોળવાળું ન હોય પરંતુ તેની અસલ કિંમત તેના વારસા સાથે જોડાયેલી છે.
ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ઘર
આ પૈતૃક સંપત્તિ 1.2 એકર જમીનમાં ફેલાયેલું છે. તેની ચારેબાજુ હરિયાળી છે. ઘર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક જનતા માટે, બીજુ પ્રાઈવેટ કોકોનટ પામ ગ્રોવ અને ત્રીજુ પ્રાઈવેટ કોર્ટયાર્ડ. જો કે આ પ્રોપર્ટીને હવે તો બે ભાગમાં જ વહેંચી છે. જેમાંથી એક પ્રાઈવેટ છે અને બીજી જનતા માટે ખોલવામાં આવી છે. 2011માં તેને મ્યુઝિયમમાં ફેરવી દેવાઈ જેને આજે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ કહે છે. મુલાકાતીઓ અહીં ધીરુભાઈ અંબાણીની તસવીરો, એવોર્ડ્સ, યાદગાર વસ્તુઓ અને કેટલોક અંગત સામાન જોઈ શકે છે.
2 રૂપિયામાં જોઈ શકો ઘર
એક રિપોર્ટ મુજબ ફક્ત 2 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવીને તમે આ ઐતિહાસિક જગ્યા જોઈ શકો છો. મંગળવારથી રવિવાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સોમવારે અને જાહેર રજાઓ પર બંધ રહે છે.
Trending Photos