25 મહિનામાં આ સ્ટોકે રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ, 6 મહિનામાં 1 લાખના બનાવ્યા 10 લાખ
Multibagger Stock: એક વર્ષમાં સ્ટોકે આશરે 4372% નું રિટર્ન આપ્યું છે. એટલે કે એક વર્ષ પહેલા તમે આ કંપનીના એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો તેની વેલ્યુ આજે 44.72 લાખ રૂપિયા હોત.
શેરમાં શાનદાર તેજી
જો તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો જ્યાં રોકાણ કરવા પર તમને ઓછા સમયમાં શાનદાર રિટર્ન મળે તો સ્ટોક કે શેર માર્કેટમાં પૈસા લગાવવા એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. માર્કેટમાં આ સમયે સારા દિવસો ચાલી રહ્યાં છે, સ્ટોક માર્કેટમાં એક મલ્ટીબેગર સ્ટોક છે, જેમાં દરરોજ અપર સર્કિટ લાગી રહી છે. આ શેરમાં પૈસા લગાવનાર માત્ર 25 મહિનામાં કરોડપતિ બની ગયા છે.
ઓમાંશ એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર બનાવી રહ્યો છે માલામાલ
આ શેરનું નામ ઓમાંશ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (Omansh Enterprises Ltd) છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે તે મેટલ મેન્યુફેક્ચરિંગ, પેપર ડિસ્ટ્રિબ્યૂશન અને ટેક્સટાઇલ ટ્રેડિંગ કરે છે. આ સાથે ફાઈનાન્સ, માર્કેટિંગ અને એન્જિનિયરિંગમાં કન્સલ્ટન્સી સર્વિસ પણ આપે છે. આ કંપનીની ઓફિસ દિલ્હીમાં છે. કંપનીનું માર્કેટ કેપ 23.16 કરોડ રૂપિયા છે. એક સમયે આ શેરની કિંમત 50 પૈસાથી પણ ઓછી હતી.
1 લાખના રોકાણ પર 10 લાખનો ફાયદો
ઓમાંશના શેરમાં છેલ્લા પાંચ કારોબારી દિવસમાં 8 ટકાની અને એક મહિનામાં 40 ટકાથી વધુની તેજી આવી છે. 1 જાન્યુઆરી 2025ના તેની કિંમત 4.28 રૂપિયા હતી. ત્યારથી લઈને તેમાં આશરે 976 ટકાનો ઉછાળો આવ્યો છે. એટલે કે જો કોઈએ 1 જાન્યુઆરી 2025ના આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 10.76 લાખ રૂપિયા હોત. એટલે કે 10 લાખ જેટલો ફાયદો થયો હોત.
25 મહિનામાં કરોડપતિ બની ગયા ઈન્વેસ્ટર
આ સ્ટોકે 25 મહિનામાં ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવ્યા છે. 12 જૂન 2023ના આ શેરની કિંમત માત્ર 46 પૈસા હતી. અત્યારે શેર 46.06 રૂપિયા પર આવી ગયો છે. તેવામાં તેણે 12 મહિનામાં ઈન્વેસ્ટરોને 9910 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કોઈએ 25 મહિના પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 1 કરોડથી વધુ થઈ ગઈ હોત.
સુરક્ષિત રોકાણ પણ જરૂરી
પરંતુ શેર માર્કેટમાં પૈસા રોકાણ કરવાનું જોખમભર્યું હોઈ શકે છે. તેવામાં જરૂરી છે કે તમે તેમાં રોકાણ કરવા સિવાય એવી જગ્યાએ રોકાણ કરી શકો છો જેમાં જોખમ ન હોય. આ રીતે રોકાણ માટે તમે પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ (PPF), ફિક્સ્ડ ડિપોઝિટ કે રિકરિંગ એકાઉન્ટ (RD) માં પૈસા લગાવી શકો છો. તેનાથી જો તમને શેર બજારમાં નુકસાન થાય છે તો આ યોજનાઓથી તમને રિટર્ન મળતું રહેશે.
Trending Photos