Multibagger Stock: ત્રણ રૂપિયાના સ્ટોકે 5 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 29 લાખ, હવે શેરમાં આવી તેજી

Tata Teleservices (Maharashtra) Ltd: છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર (TTML) ના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 15,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે.

1/6
image

Tata Teleservices (Maharashtra) Ltd: ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) (TTML) ના શેર ગુરૂવારે બીએસઈ પર આશરે 8 ટકાની તેજી સાથે 74.70 રૂપિયા પર પહોંચી ગયા હતા. જ્યારે શુક્રવારે કંપનીના શેરનો ભાવ 76.61 રૂપિયા પર પહોંચ્યો હતો.

2/6
image

છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં, ટાટા ગ્રુપની ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીના શેરના ભાવમાં 28 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા નવ ટ્રેડિંગ સત્રોમાં, TTML ના શેરનો ભાવ 9 મે, 2025 ના રોજ રૂ. 51.53 ના સ્તરથી 45 ટકા વધ્યો છે. જ્યારે 7 મે, 2025 ના રોજ, કંપનીના શેર રૂ. 50.01 ના 52 અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શ્યા હતા.  

ટ્રેન્ડિંગ વોલ્યુમ પણ બમણાથી વધુ

3/6
image

ગુરુવારના વેપારમાં NSE અને BSE પર મળીને 32.36 લાખ ઇક્વિટી શેરના વ્યવહારો સાથે કાઉન્ટર પર સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ બમણાથી વધુ વધી ગયું. તેની સરખામણીમાં, BSE સેન્સેક્સ સવારે 09:27 વાગ્યે 0.85 ટકા ઘટીને 80,900.62 પર હતો.  

4/6
image

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, 150 અબજ ડોલરના ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ લિમિટેડને તેની ખોટ કરતી ટેલિકોમ શાખા ટાટા ટેલિસર્વિસિસ લિમિટેડ (TTSL) માં નવી મૂડી ઠાલવવી પડી શકે છે. આનું કારણ એ છે કે TTSL એ માર્ચ 2026 સુધીમાં કેન્દ્ર સરકારને અન્ય બાકી રકમ સાથે 19,256 કરોડ રૂપિયા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ચૂકવવાના છે.

પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોને થઈ મોટી કમાણી

5/6
image

તેની સૌથી ખાસ વાત છે કે ટાટા  ટેલિસર્વિસિસ મહારાષ્ટ્રએ છેલ્લા પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોને 2900 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 15 ટકાની તેજી આવી છે. તેવામાં આ મલ્ટીબેગર સ્ટોકમાં પાંચ વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને 29 લાખથી પણ વધુનો ફાયદો થયો છે. પાંચ વર્ષ પહેલા આ કંપનીમાં એક લાખનું રોકાણ કરનાર રકમની વેલ્યુ આજે વધીને 2,981,132 રૂપિયા થઈ ગઈ છે. જ્યાં પાંચ વર્ષ પહેલા આ શેરનો ભાવ 2.65 રૂપિયા હતો. જે આજે વધીને 76 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે.

6/6
image

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)