અડધું ભારત નથી જાણતું 15+15+25 ની ફોર્મ્યુલા, કઈ રીતે 25 વર્ષના રોકાણમાં બનશે 4 કરોડનું ફંડ, જાણો સીક્રેટ
SIP calculation: ભવિષ્યમાં પૈસાને લઈને સમસ્યા ન થાય તેથી લોકો સારી સ્કીમમાં રોકાણ કરે છે. જો તમે પણ તમારૂ ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છો છો તો પછી એસઆઈપીમાં રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. અત્યારે તમારી ઉંમર 35 વર્ષ છે તો તમે બસ 25 વર્ષમાં કરોડપતિ બની શકો છો. 25 વર્ષમાં કરોડપતિ બનવા માટે તમારે 15+15+25 ની ફોર્મ્યુલા ફોલો કરવી પડશે, તો આવો આ ધાંસૂ ફોર્મ્યુલાથી કરોડપતિ બનવાનું સીક્રેટ સમજીએ.
SIP સાથે કરોડપતિ બનો
ભવિષ્યમાં કરોડપતિ બનવાનું ઘણીવાર દરેકનું સપનું હોય છે. હવે જો તમારી ઉંમર 35 વર્ષ છે, તો યોગ્ય રોકાણ કરીને તમે સરળતાથી 25 વર્ષમાં કરોડોનું ફંડ બનાવી શકો છો. તમે મ્યુચ્યુઅલ ફંડ SIP દ્વારા 60 વર્ષની ઉંમર સુધીમાં લગભગ રૂ. 4 કરોડનું ભંડોળ સરળતાથી બનાવી શકો છો. આ મજબૂત ફંડ મેળવવા માટે, તમારે લગભગ રૂ. 15,000ની SIP શરૂ કરવી પડશે.
મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડ SIP માં રોકાણ કરવા વિશે વાત કરીએ તો, આ એવા રોકાણકારો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ નાની રકમનું રોકાણ કરીને ભવિષ્યમાં એક સારું ફંડ બનાવી શકે છે. SIP માં રોકાણ કરવાથી, વ્યક્તિએ શેરબજારના રિસર્ચમાં સમય પસાર કરવો પડતો નથી. જો કે, SIP માં રોકાણ કરતા પહેલા, વ્યક્તિએ હંમેશા છેલ્લું વળતર વગેરે જોઈને રોકાણની યોજના કરવી જોઈએ. અમે તમને જણાવી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડ્સ નિશ્ચિત વળતર આપતા નથી, તે બજાર પર નિર્ભર કરે છે.
60 વર્ષમાં કરોડપતિ
જો તમે અત્યારે 35 વર્ષના છો, તો નિવૃત્તિના સમય સુધીમાં તમે સરળતાથી રૂ. 4 કરોડ ઉપરાંતનું ફંડ બનાવી શકો છો. એટલે કે, નિવૃત્તિ માટે રૂ. 4 કરોડથી વધુનું ફંડ બનાવવા માટે, તમારે SI વિકલ્પ પસંદ કરવો પડશે. જો કે, રોકાણ કરતા પહેલા, ખાતરી કરો કે તમને સરેરાશ વાર્ષિક 15 ટકા વળતર મળે છે. માત્ર 15% વળતર સાથે, તમે 60 વર્ષની ઉંમરે કરોડપતિ બની શકો છો.
બનશે 4 કરોડનું ફંડ
જો તમને તમારી નિવૃત્તિ પછી આર્થિક રીતે સુરક્ષિત જીવન જોઈએ છે, તો તમે તરત જ રૂ. 15,000ની SIP શરૂ કરી શકો છો. જો તમે 25 વર્ષ સુધી રોકાયા વિના આ SIP ચાલુ રાખો છો, તો તમે તમારા માટે રૂ. 4 કરોડથી વધુનું ફંડ બનાવી શકો છો. જો કે, આ ફંડ મેળવવા માટે, તમારે રોકાયા વિના ધીરજ સાથે આ રકમનું રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે.
4 કરોડના ફંડની ગણતરી
4 કરોડનું ફંડ બનાવવા માટે તમારે 15000 રૂપિયાનું રોકાણ એસઆઈપીમાં કરવું પડશે. આ રોકાણ પર તમને આશરે 15 ટકાનું વાર્ષિક વ્યાજ મળી શકે છે. આ હિસાબથી તમારૂ 25 વર્ષમાં રોકાણ ₹45,00,000 થશે. આ રોકાણ પર તમને વ્યાજ ₹3,68,48,412 ની નજીક મળશે. તેમાં રોકાણ અને વ્યાજની રકમનો ટોટલ કરી તમારૂ ફંડ આશરે ₹4,13,48,412 હશે.
2 કરોડના ફંડની ગણતરી
જો તમે 12% વાર્ષિક વળતરના દરે 15,000 રૂપિયાના આ રોકાણની ગણતરી કરો, તો ફંડનું મૂલ્ય 2 કરોડ રૂપિયા પ્લસ થશે. હા, 25 વર્ષ માટે તમારું રોકાણ 45,00,000 રૂપિયા હશે. આ રોકાણ પર 12 ટકા વળતરના દરે, વ્યાજ ₹2,10,33,099 થશે. જેમાં ₹2,10,33,099 અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ ઉમેરીને કુલ ફંડ ₹2,55,33,099 ની નજીક થઈ જશે (નોંધ- સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે, રોકાણ કરતા પહેલા રિટર્ન વગેરેની માહિતી જાતે મેળવો)
Trending Photos