1 એપ્રિલથી બદલી ગયા આ 9 મોટા નિયમ, તમારા મંથલી બજેટ પર જોવા મળશે સીધી અસર!

New Rules from April: 1 એપ્રિલ 2025થી નવું નાણાકીય વર્ષ (FY 2025-26) શરૂ થઈ ગયું છે. તેની સાથે જ ઘણા મહત્વપૂર્ણ બદલાવ લાગુ થઈ ગયા છે, જે તમારા વોલેટ અને વ્યવહારોને અસર કરી શકે છે. તેમાં ઓનલાઈન પેમેન્ટ, GST દર, ઈનકમ ટેક્સ સ્લેબ, બેન્ક બેલેન્સ, LPG સિલિન્ડરની કિંમતો, TDS, ટોલ ટેક્સ, ક્રેડિટ કાર્ડના નિયમો અને અન્ય નાણાંકીય ફેરફારોનો સમાવેશ થાય છે.

બંધ થઈ જશે આ UPI પેમેન્ટ

1/9
image

UPI પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. જે મોબાઈલ નંબર UPI સાથે જોડાયેલા છે પરંતુ લાંબા સમયથી ઉપયોગમાં લેવાતા નથી, તેને બંધ કરી દેવામાં આવશે. તમામ બેન્કો અને UPI એપ (PhonePe, Google Pay વગેરે)ને આવા ડિએક્ટિવેટ નંબરો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. જો તમે તમારો UPI નંબર એક્ટિવ રાખવા માંગો છો, તો જલદી બેન્કમાં જાઓ અને તમારો નંબર અપડેટ કરાવો.

બદલાઈ ગયો ઇન્કમ ટેક્સ સ્લેબ

2/9
image

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2025ના બજેટમાં New Tax regime હેઠળ ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવની જાહેરાત કરી હતી, જે હવે અમલમાં આવી છે. આમાં હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. પગાર મેળવનારાઓ માટે 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન લાગુ થશે, જેના કારણે નવી ટેક્સ રિઝીમ હેઠળ 12.75 લાખ સુધીનો પગાર કરમુક્ત રહેશે. નવી ટેક્સ રિઝીમ હેઠળ બેસિક ટેક્સ મુક્તિ મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે.

TDSમાં રાહત

3/9
image

હવે ડિવિડન્ડની આવક પર TDS મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, 10,000 સુધીનું વાર્ષિક ડિવિડન્ડ કરમુક્ત રહેશે.

ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

4/9
image

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારી બેન્કમાંથી નવા નિયમો વિશે ચોક્કસ માહિતી મેળવો કારણ કે ઘણી બેન્કોએ ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર કર્યા છે.

બેન્કોમાં મિનિમમ બેલેન્સનો નવો નિયમ

5/9
image

SBI, PNB અને કેનેરા બેન્ક જેવી સરકારી બેન્કો હવે ન્યૂનતમ બેલેન્સના નવા નિયમો લાગુ કરી રહી છે. બેલેન્સની લઘુત્તમ મર્યાદા શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આધારે નક્કી કરવામાં આવશે. જો ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો ગ્રાહકોને દંડ ભરવો પડી શકે છે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ

6/9
image

જૂની પેન્શન યોજના (OPS)ની જગ્યાએ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ જેમની સેવા 25 વર્ષ કે તેથી વધુ છે તેમને છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50% પેન્શન મળશે.

GST નિયમોમાં ફેરફાર

7/9
image

GST પોર્ટલ પર મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) ફરજિયાત રહેશે. E-Way બિલ (EWB) ફક્ત તે દસ્તાવેજો પર જ જનરેટ થશે જે 180 દિવસથી વધુ જૂના નથી.

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલના દરમાં વધારો

8/9
image

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલના દરમાં વધારો થયો છે. વિવિધ એક્સપ્રેસ વે અને હાઈવે પર હળવા અને ભારે વાહનોના ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગો પર કાર માટેનો ટોલ 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે મોટા કોમર્શિયલ વાહનો માટે માસિક પાસના દર 20 રૂપિયાથી વધારીને 950 રૂપિયા કરવામાં આવ્યા છે.

LPG સિલિન્ડરના નવા ભાવ

9/9
image

19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે આજથી અમલી છે. નોંધનીય છે કે, અગાઉ 1 ફેબ્રુઆરીએ આ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશભરમાં નવા દર લાગુ કરવામાં આવ્યા છે.