IPLમાં ધૂમ મચાવી રહ્યો છે ગોવિંદાનો 'જમાઈ', બોલરોની કરી પીટાઈ, સૂર્યા-રાહુલનો તોડ્યો રેકોર્ડ
CSK vs RR : IPL 2025માં રાજસ્થાન રોયલ્સે જીતનું ખાતું ખોલ્યું છે. 30 માર્ચે આ ટીમે CSK સામે અદભૂત વિજય નોંધાવ્યો હતો. આ જીતના હીરો બોલિવૂડ સ્ટાર ગોવિંદાનો જમાઈ હતો, જેણે રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર વધાર્યો હતો.
CSK vs RR : આખરે IPL 2025માં રાજસ્થાન રોયલ્સે જીતનું ખાતું ખોલાવ્યું છે. રાજસ્થાને રવિવારે CSKને 6 રને હરાવ્યું હતું. આ જીતનો હીરો નીતીશ રાણા હતો જે બોલિવૂડ સ્ટાર ગોવિંદા સાથે ખાસ સંબંધ ધરાવે છે.
નીતીશ રાણાએ ચેન્નાઈ સામે વિસ્ફોટક રીતે પોતાની ઇનિંગ્સ રમી હતી. તેણે તોફાની ફિફ્ટી ફટકારીને સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
CSKએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, પરંતુ પછી નીતિશ રાણા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
તેણે તોફાની શરૂઆત કરી અને માત્ર 36 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં 5 સિક્સ અને 10 ફોર ફટકારી હતી. રાણા સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે ટીમનો સ્કોર 182 સુધી પહોંચાડ્યો હતો.
નીતિશ રાણા આર અશ્વિન સામે આઈપીએલમાં બીજા નંબરે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો છે. રાણાએ અત્યાર સુધીમાં અશ્વિન સામે કુલ 10 સિક્સર ફટકારી છે જ્યારે આઈપીએલમાં સૂર્યાએ અશ્વિન સામે 7 સિક્સર ફટકારી છે. આ મામલે ગ્લેન મેક્સવેલ નંબર વન છે જેણે અશ્વિન સામે 11 સિક્સર ફટકારી છે.
પાવર પ્લેમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડમાં રાણાએ કેએલ રાહુલને પણ પાછળ છોડી દીધો છે. CSK સામેની મેચમાં પાવરપ્લે દરમિયાન નીતિશે 58 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે વર્ષ 2019માં આ જ ટીમ વિરુદ્ધ પાવરપ્લેમાં 55 રન બનાવ્યા હતા. આ મામલે સુરેશ રૈના નંબર-1 પર છે, જેણે 2014માં આઈપીએલના પાવરપ્લેમાં પંજાબ વિરુદ્ધ 87 રન બનાવ્યા હતા.
Trending Photos