માત્ર 1000 રૂપિયા બાળકો માટે આ સ્કીમમાં કરો રોકાણ, નિવૃત્તિ પર મળશે 2.3 કરોડનું ફંડ અને 1 લાખ પેન્શન

NPS Vatsalya Scheme: દરેક માતા-પિતા વિચારે છે કે જીવનમાં જે સમસ્યાઓનો સામનો તેમને કરવો પડ્યો છે તેનો સામનો તેમના બાળકોને ક્યારેય ન કરવો પડે. એટલા માટે તેઓ શક્ય તેટલા પ્રયાસો કરે છે. બાળકના શિક્ષણ અને લગ્ન સુધીની વ્યવસ્થા કરે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે નાના રોકાણથી તમારા બાળકની રિટાયરમેન્ટ લાઈફને પણ સિક્યોર કરી શકો છો. આ માટે તમારે NPS વાત્સલ્ય યોજના હેઠળ તમારા બાળકનું એકાઉન્ટ ખોલવું પડશે. જો તમે 1000 રૂપિયાનું પણ રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમરે તમારા બાળક પાસે 2.3 કરોડનું ભંડોળ હશે અને તેને દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મળશે.

કોણ ખોલાવી શકે છે આ એકાઉન્ટ

1/6
image

NPS વાત્સલ્ય એક સરકારી યોજના છે, જેના દ્વારા બાળક માટે એકમ રકમ રિટાયરમેન્ટ ભંડોળ અને પેન્શનની વ્યવસ્થા કરી શકાય છે. માતાપિતા આ એકાઉન્ટ 18 વર્ષ સુધીના બાળકના નામે ખોલાવી શકે છે અને રોકાણ શરૂ કરી શકે છે. આમાં રોકાણની લઘુત્તમ મર્યાદા 1000 રૂપિયા છે. મહત્તમ રોકાણની કોઈ લિમિટ નથી. એકાઉન્ટ બાળકના નામથી જ ખોલવામાં આવે છે, જો કે, 18 વર્ષની ઉંમર સુધી બાળકના માતાપિતા અથવા કાનૂની વાલીઓ દ્વારા એકાઉન્ટ સંભાળવામાં આવે છે. 18 વર્ષ પછી બાળક આ ખાતું જાતે હેન્ડલ કરી શકે છે.

મોટું થઈને કેવી રીતે બાળક બનશે કરોડપતિ સમજો

2/6
image

જો તમે તમારા બાળક માટે જન્મ સમયે NPS વાત્સલ્ય એકાઉન્ટ ખોલાવો છો અને તેમાં 18 વર્ષની ઉંમર સુધી 1000 રૂપિયાનું રોકાણ કરો છો, 19 થી 60 વર્ષની ઉંમર સુધી તમારુ બાળક દર મહિને 1000 રૂપિયા આ સ્કીમમાં રોકાણ કરે છે, તો 60 વર્ષ સુધી કુલ રોકાણ 7,20,000 રૂપિયા થશે. ધારો કે, આના પર 10% રિટર્ન મળે છે, તો તેને ફક્ત 3,77,61,849 રૂપિયા તેને વ્યાજ તરીકે મળશે અને તેનું કુલ ભંડોળ 3,84,81,849 રૂપિયા થશે.

આવી રીતે મળશે 2.3 કરોડનું ફંડ અને 1 લાખનું પેન્શન

3/6
image

NPSમાં તમારે ઓછામાં ઓછું 40% વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે. આવી સ્થિતિમાં જો તમારું બાળક 40 ટકા એન્યુટીમાં રોકાણ કરે છે, તો તેણે 1,53,92,740 રૂપિયાનું એન્યુટીમાં રોકાણ કરવું પડશે. આવી સ્થિતિમાં 2,30,89,109 રૂપિયા તેને નિવૃત્તિ ભંડોળ તરીકે મળશે. એન્યુટી પર જો 8% પણ રિટર્ન મળે છે, તો 1,02,618 રૂપિયા દર મહિને પેન્શન તરીકે મળશે.

ક્યાં ખોલશે એકાઉન્ટ?

4/6
image

NPS વાત્સલ્ય એકાઉન્ટ મોટી બેન્કો, ભારતીય પોસ્ટ સાથે ખોલાવી શકાય છે. જો કે, આ એકાઉન્ટ સીધા પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. જેઓ આ એકાઉન્ટ ઓનલાઈન ખોલવા માંગે છે તેઓ NPS ટ્રસ્ટના eNPS પ્લેટફોર્મ પર જઈને એકાઉન્ટ ખોલાવી શકે છે.

18 વર્ષની ઉંમર સુધી 3 વખત પાર્શિયલ વિડ્રોલની તક

5/6
image

બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આ સ્કીમમાં 3 વખત આંશિક ઉપાડની તક મળે છે. જો કે, આ માટે NPS ખાતું ઓછામાં ઓછું 3 વર્ષ જૂનું હોવું જોઈએ. શિક્ષણ, ચોક્કસ રોગની સારવાર અને અપંગતાના કિસ્સામાં 75% સુધી માતાપિતા યોગદાનના મહત્તમ 25% આંશિક ઉપાડી શકે છે.

18 વર્ષની ઉંમર પર Exit ની તક

6/6
image

NPS વાત્સલ્ય એકાઉન્ટ બાળક 18 વર્ષનું થાય ત્યારે નિયમિત NPS એકાઉન્ટમાં રૂપાંતરિત થઈ જાય છે. આવા કિસ્સામાં બાળકને ત્રણ મહિનાની અંદર નવેસરથી KYC પૂર્ણ કરવું પડશે. જો સબ્સ્ક્રાઇબર્સ ઇચ્છે તો 18 વર્ષની ઉંમરે NPSમાંથી બહાર નીકળી શકે છે, પરંતુ શરત એ છે કે ઓછામાં ઓછા 80% ભંડોળ એન્યુટીમાં ફરીથી રોકાણ કરવું પડશે, જ્યારે 20% એક સાથે ઉપાડી શકાય છે. જો કુલ રકમ 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો આખી રકમ એક જ સમયે ઉપાડી શકાય છે.