શું લાંબા સમય સુધી રાખી મુકવાથી પરમાણુ બોમ્બ થઈ જાય છે નકામા? કેટલી હોય છે લાઈફ, ક્યાં સુધી મચાવી શકે છે તબાહી

Nuclear Weapons: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા કાયર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બન્ને દેશો વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તો ત્યાં સુધી કહ્યું છે કે, દુનિયાએ એ ન ભૂલવું જોઈએ કે બન્ને દેશો પાસે ન્યુક્લિયર વેપન્સ છે. 

1/5
image

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે ફરી એકવાર પરમાણુ યુદ્ધની અણી પર ઉભા છીએ? જ્યારે પડોશી દેશ NPT એટલે કે પરમાણુ પ્રસાર સંધિનો સભ્ય નથી. આ ઉપરાંત પાકિસ્તાને 'નો ફર્સ્ટ યુઝ' નીતિ જાહેર કરી નથી. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ બધાની વચ્ચે 'એટમ બોમ્બ' એક એવું નામ છે જેનું માત્ર નામ જ સાંભળીને લોકોમાં રુવાડા ઉભા થઈ જાય છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઘણા અન્ય દેશો પાસે પણ વિનાશક પરમાણુ બોમ્બ છે. તો આવી સ્થિતિમાં શું આપણે જાણીએ છીએ કે આ વિનાશક શસ્ત્રો કેટલા સમય સુધી 'જીવંત' રહી શકે છે?

2/5
image

જો કે, તેમાં ઘણી જટિલ મેકેનિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમો પણ હોય છે. આ ભાગો સમય જતાં ખરાબ થઈ શકે છે. કોઈપણ જૂના ઇલેક્ટ્રોનિક ડિવાઈસની જેમ બોમ્બના ડિટોનેટર, વિસ્ફોટકો અને અન્ય ઘટકો તેમની વિશ્વસનીયતા ગુમાવી શકે છે. હિલીયમના કાટ (corrosion)થી નાશ પામતા પહેલા ન્યુક્લિયર વેપન્સ લગભગ 30-50 વર્ષ સુધી ચાલે છે. જો કે, સામાન્ય રીતે હાઈ રેડિએસનવાળા વાતાવરણમાં પરમાણુ હથિયાર લગભગ એક દાયકા સુધી ચાલે છે. આ પછી તેઓ નાશ પામે છે અથવા નિષ્ક્રિય થઈ જાય છે.

3/5
image

ન્યુક્લિયર બોમ્બ દ્વારા ઉત્પાદિત મોટાભાગના રેડિયોએક્ટિવ આઇસોટોપ્સનું આયુષ્ય લગભગ 50-60 વર્ષ હોય છે. જ્યારે કેટલાક આધુનિક ન્યુક્લિયર વેપન્સમાં ટ્રિટિયમ નામનું વધુ એક રેડિયોએક્ટિવ ગેસનો ઉપયોગ થાય છે, જે વિસ્ફોટ ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જ્યારે ટ્રીટિયમની લાઈફ ફક્ત 24 વર્ષ હોય છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, દર 24 વર્ષે તેનો સંપૂર્ણ જથ્થો હિલીયમમાં ફેરવાય છે, જે હવે કોઈ કામનો નથી. આ જ કારણ છે કે જે બોમ્બમાં ટ્રીટિયમ હોય છે, તેને સમયાંતરે ફરીથી 'રિફિલ' કરવાની જરૂર પડે છે. જો કે, બોમ્બના અન્ય નાજુક ભાગો, ખાસ કરીને વિસ્ફોટકો અને ઇલેક્ટ્રોનિક ઘટકો બ્લાસ્ટર દ્વારા નિષ્ક્રિય થઈ શકે છે.

4/5
image

કેટલાક વૈજ્ઞાનિકો જૂના પરમાણુ હથિયારોના પ્લુટોનિયમ પર સમયની અસરનો અભ્યાસ કરી રહ્યા છે. ભવિષ્યમાં આ શસ્ત્રોને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી શકાય તે માટે આ સમજવું મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં એટમ બોમ્બ સેંકડો કે હજારો વર્ષો સુધી કામ કરી શકે છે. પરંતુ આ તેમના મહત્વપૂર્ણ બિન-રેડિયોએક્ટિવ ઘટકો કેવી રીતે જાળવવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

5/5
image

ઘણા રિપોર્ટ અનુસાર હાલના સમયમાં ભારત પાસે લગભગ 164 પરમાણુ હથિયાર છે. જ્યારે, સ્વીડિનના થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2024ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે 170 પરમાણુ વોરહેડ છે. જ્યારે ભારતમાં 172 છે. ન્યુક્લિયર બોમ્બ એટલો ખતરનાક છે કે જો તેને ક્યાંક ફેંકવામાં આવે તો દાયકાઓ સુધી ત્યાં જીવનનો નામો-નિશાન રહેતું નથી. જેમ 1945માં જાપાનમાં જોવા મળ્યું હતું.