ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં પાકિસ્તાન કનેક્શન...ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં કેવી રીતે બની રહ્યો છે આ સંયોગ ?

Champions Trophy 2025 Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે  દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે, તેમ છતાં ફાઈનલ મેચમાં પાકિસ્તાન કનેક્શન સામે આવી રહ્યું છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ મેચમાં પાકિસ્તાન કનેક્શન શું છે.

1/6
image

Champions Trophy 2025 Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. 9 માર્ચે રમાનાર આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. 

2/6
image

હવે ફાઈનલ પાકિસ્તાનની બહાર પણ રમાઈ રહી છે. આમ છતાં ફાઈનલ મેચમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. હકીકતમાં ફાઈનલ મેચ એ જ પીચ પર રમાઈ રહી છે, જેના પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. 23 ફેબ્રુઆરીએ લીગ સ્ટેજની આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

3/6
image

દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ 10 પીચો છે. આની દેખરેખ ઓસ્ટ્રેલિયન પિચ ક્યુરેટર મેથ્યુ સેન્ડ્રી કરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફાઈનલ માટે સેન્ટર વિકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ પિચ ધીમી છે અને સ્પિનરોને મદદરૂપ થશે. અહીં બોલ પણ બેટ પર અટકી જાય છે. 

4/6
image

અન્ય એક અહેવાલ મુજબ અરબ ક્રિકેટ બોર્ડની નીતિ એવી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપયોગમાં લેવાતી દરેક પીચને બે અઠવાડિયાનો બ્રેક આપવામાં આવે. આ અંતર્ગત અત્યાર સુધી વપરાયેલી તમામ આઠ પીચોને આગામી મેચ પહેલા બે અઠવાડિયાનો બ્રેક આપવામાં આવ્યો હતો.

5/6
image

ઉલ્લેખનીય છે કે દુબઈમાં હજુ સુધી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી નથી. કોઈ પણ મેચમાં સ્કોર 300ને પાર નથી ગયો. અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 265 છે, જે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં પીછો કરતી વખતે ભારતે બનાવ્યો હતો. તમને એ પણ જણાવી દઈએ કે સેમિફાઈનલ મેચમાં ઉપયોગમાં લેવાતી પીચ સંપૂર્ણપણે નવી હતી. 

6/6
image

ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાન 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે વિરાટ કોહલીની સદીની મદદથી છ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.