શનિ મીનમાં પ્રવેશતા જ 100 વર્ષ બાદ બન્યો શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર આકસ્મિક ધનલાભ થશે!

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ મીન રાશિમાં બનેલો આ પંચગ્રહી રાજયોગ 3 રાશિના જાતકો માટે દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથ ધનલાભ કરાવી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દેશ અને દુનિયાની સાથે સાથે માનવ જીવન પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે એપ્રિલથી લઈને મે મહિનો જ્યોતિષ શાસ્ત્ર માટે ખાસ મનાય છે. કારણ કે આ મહિનામાં મીન રાશિમાં મોટા મોટા ગ્રહોનો જમાવડો લાગેલો છે. અત્રે જણાવવાનું કે મીન રાશિમાં શનિ, સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ બિરાજમાન રહેશે. જેનાથી પંચગ્રહી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચગ્રહી રાજયોગ બનવાથી 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે પ્રભાવ જોવા મળશે. પરંતુ 3 રાશવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો મીન રાશિમાં બનેલો પંચગ્રહી રાજયોગ કોના માટે લકી સાબિત થઈ શકે છે.  વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ પોતાની રાશિમાં પ્રભાવ ગ્રહોની સ્થિતિ પ્રમાણે થાય છે. જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી હશે તો પ્રભાવ સારો રહેશે. જો ગ્રહોની સ્થિતિ નબળી હશે તો જરૂર નથી કે દરેક ગ્રહ સકારાત્મક પ્રભાવ નાખે. 

મકર રાશિ

2/5
image

મકર રાશિના જાતકો માટે પંચગ્રહ રાજયોગ ખુબ  લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના ત્રીજા ભાવમાં આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથ જ ગુરુ દશમ ભાવમાં બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થતાની સાથે જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. શનિની કૃપાથી આ રાશિના જાતકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળી ગઈ છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને પડકારો ધીરે ધીરે દૂર થશે અને તમારું જીવન પાટે ચડશે. આકસ્મિક ધનલાભના યોગ છે.   

મિથુન રાશિ

3/5
image

મિથુન રાશિના લગ્ન ભાવમાં મંગળ બિરાજમાન છે. આ સાથે દસમા ભાવમાં પંચગ્રહી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોની કરિયરમાં ખુબ લાભ થઈ શકે છે. ગુરુ મેન્ટર અને કોચનો પૂરો સહયોગ મળી શકે છે. જેનાથી તમારી કરિયર શાનદાર રહી શકે છે અને તમે લક્ષ્ય મેળવવામાં સફળ થઈ શકો છો. તમારા દ્વારા થયેલા કામોને બિરદાવવામાં આવશે. આવામાં પુરસ્કર પણ મળી શકે છે. કરિયરમાં તેજીથી પ્રગતિ થઈ શકે છે. વિદેશ મુસાફરી કે પછી લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. આયાત-નિકાસના વેપારમાં લાભ થઈ શકે છે. બિઝનેસ સારો ચાલશે. વિવાહ માટે પ્રસ્તાવ આવી શકે છે.   

કન્યા રાશિ

4/5
image

કન્યા રાશિના સાતમા ભાવમાં પંચગ્રહી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોની લવ લાઈફ ખુબ સારી રહેશે. સંબંધો પ્રત્યે તમે ઉદાર રહેશો. વિવાહના યોગ બની રહ્યા છે. વેપારના ક્ષેત્રમાં તમને ખુબ લાભ થઈ શકે છે. પરંતુ કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેજો. વ્યવસાયિક જીવનમાં માન સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. વિદ્યાર્થીઓ માટે લાભકારી સમય રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે સતર્ક રહેજો. રિયલ એસ્ટેટ અને સંપત્તિમાં ઘણા વધારાના યોગ છે. નવું ઘર, સંપત્તિ, કે પછી વાહન ખરીદી શકો છો. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.