અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા મેઘો ભૂક્કા બોલાવશે, અંબાલાલ-પરેશ ગોસ્વામીએ કરી ભયાનક આગાહી!

Gujarat Weather Forecast: હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સર્જાયેલી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી સાત દિવસ એટલે 13મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી. 

1/8
image

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. જો કે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. આજથી 12 ઓગસ્ટ સુધી માછીમારો માટે કોઈ જ સૂચના નથી. જો કે, વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. 

2/8
image

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ફરી ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. 15 ઓગસ્ટ આસપાસ ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં વરસાદ લાવશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે. છૂટાછવાયા વરસાદને બાદ કરતા કોઈ જગ્યાએ ભારે વરસાદ થયો નથી. પરંતુ હવે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.

3/8
image

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધી શકે છે. તેમણે કહ્યું કે 17 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવવાથી 20 ઓગસ્ટથી કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ થશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. 

4/8
image

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવસારી સુરત, આહવા, વલસાદ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ફરી મેઘરાજા સક્રિય થશે. અંબાલાલ પટેલે કહ્યુ કે, 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારૂ ગણાશે અને 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારૂ ગણાતું નથી.  

5/8
image

15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે. એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા. ઓગસ્ટમાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. પેસિફિક મહાસાગરમાં ટોપિકલસ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે. જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે.

6/8
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું પૂરુ થવા આવ્યું છે, બીજી તરફ વરસાદની ખેંચ છે. આવાં સારા સમાચાર એ છે કે, બંગાળની ખાડી અને અરબ ફરીથી સક્રિય થઈ રહ્યાં છે. અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી, જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી. તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો. તેના બાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની ન હતી. તેના બાદથી સાગર નિષ્ક્રિય રહ્યો હતો. તમામ વરસાદ બગાળની ખાડીથી આવ્યા હતા. આ કારણે ભારેથી અતિભારે વરસાદ આવ્યો હતો. હવે બંગાળી ખાડી ધીરે ધીરે નિષ્ક્રીય બની રહી છે. અને જો બંગાળની ખાડી નિષ્ક્રીય થાય તો અરબ સાગર સક્રિય થાય. પરંતુ હવે બંગાળની ખાડી નબળી પડી છે. જેથી અરબ સાગરમા નવો કરન્ટ આવ્યો છે. 

7/8
image

નવી સિસ્ટમ આવી રહી છે. નવો મોન્સુન ટ્રફ આવી રહ્યો છે. જે 2025ના ચોમાસાં પહેલીવાર જોવા મળ્યું. અરબ સાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળતો હોય છે. પરંતુ 15 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે. પરંતું હવે ધીરે ધીરે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે. તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે.   

8/8
image

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરાસદ જોવા મળે તેનું અનુમાન છે. અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે. અનેક વિસ્તારો જ્યા વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ પાણી આવશે. તેથી ખેડૂતો આ ડર કાઢી નાંખે. ગુજરાતીઓ માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે.