પરેશ ગોસ્વામીની નવી આગાહીએ ચોંકાવ્યા : ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે કર્યો મોટો ધડાકો

Paresh Goswami Ni Agahi : ચોમાસાની સીઝન આવી ગઈ હોવા છતાં ગુજરાતમાંથી ભરચોમાસે વરસાદ ગાયબ છે. ત્યારે હવે પાછોતરો વરસાદ ક્યારે આવશે તેની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી. 
 

પરેશ ગોસ્વામીની આગાહી

1/4
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની એક્ટિવિટી જોવા નથી મળી રહી. પરંતું આવનાર દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે. બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. 24 થી 36 કલાક મજબૂત થઇ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અનુમાન છે. આ સિસ્ટમમાં કોઇ ફેરફાર થાય તો 27 જુલાઇથી 31 જુલાઇ સુધી સારા વરસાદનું અનુમાન છે. આ રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદનો લાંબો ગેપ આવશે. 

હવામાન વિભાગની આગાહી

2/4
image

આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નવી આગાહી મુજબ, આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. કારણ કે, વાતાવરણમાં ફરી ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. આ કારણે 25 થી 29 ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.   

ચાર દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે

3/4
image

નવી આગાહી મુજબ, બંગાળની સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી અમદાવાદ સહિત ગુજરાતના અનેક રાજ્યોમાં આગામી બે દિવસ વરસાદી ઝાપટાંથી લઈને હળવો વરસાદ થવાની શક્યતા છે. નવું મોન્સુન ટ્રફ ગુજરાત સુધી લંબાઈ જતાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. હાલ બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. 

અંબાલાલની વાવાઝોડાની આગાહી  

4/4
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી