Pics: બોલીવુડમાં એક સમયે ડંકો વાગતો હતો આ ગુજ્જુ છોકરીનો, મહેશ ભટ્ટ માટે વગર કપડે રસ્તા પર દોડી હતી

હિન્દી ફિલ્મોની અત્યંત સુંદર અભિનેત્રી પરંતુ જીવન નરકથી પણ ખરાબ. પ્રેમ થયો...સંબંધ બંધાયા....પરંત ભાગ્યમાં તો તડપી તડપીને મરવાનું લખ્યું હતું. 

1/9
image

અહીં અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે હિન્દી ફિલ્મોની એક સમયની અત્યંત સુંદર અભિનેત્રીઓમાં જેની ગણતરી થતી હતી તે પરવીન બાબીની. પરવીન બાબી જૂનાગઢના મુસ્લિમ પરિવારમાંથી આવેલી ગુજ્જુ  અભિનેત્રી છે. 1970-80ના દાયકામાં આ અભિનેત્રી સાથે અનેક અભિનેતાઓનું નામ જોડાયું હતું. પરંતુ જીવનમાં તો ખાલીપણું જ રહ્યું. પરવીન બાબી પોતાના અભિનય ઉપરાંત મહેશ ભટ્ટ સાથેના સંબંધને લઈને પણ ચર્ચામાં રહેતી હતી. બંનેની મુલાકાત થઈ. મહેશ ભટ્ટને આ અભિનેત્રીનું સ્માઈલ ખુબ જ સારું લાગ્યું. તે સમયે પરવીન બાબીનું કબીર બેદી સાથે બ્રેકઅપ થયું હતું. તેનું દિલ તૂટ્યું હતું અને મહેશ ભટ્ટ ત્યારે પહેલેથી જ પરિણીત હતા.   

2/9
image

પરવીન બાબી વિશે વાત કરીએ પરવીન સુલતાના વલી મોહમ્મદ ખાનજી બાબીનો જન્મ 4 એપ્રિલ 1954ના રોજ જૂનાગઢના બાબી રાજવંશ ઉમદા પરિવારમાં થયો હતો. માતા પિતાના લગ્નના 14 વર્ષ બાદ તેમનો જન્મ અને એ પણ એકમાત્ર સંતાન. ગુજરાતી યુવતી પરવીન બાબી અને મહેશ ભટ્ટના પ્રેમની ચિંગારી ધીરે ધીરે સળગવા લાગી. બંનેને પ્રેમ કરતા કોઈ રોકી શક્યું નહીં. અભિનેત્રી અમર અકબર એન્થોની, દીવાર, અને શાન જેવી હિટ ફિલ્મો આપી ચૂકી હતી અને ટાઈમ મેગેઝીનની કવર ગર્લ પણ બની હતી. જ્યારે તે સમયે મહેશ ભટ્ટને બહું કોઈ જાણતું નહતું.   

મહેશને પાગલોની જેમ પ્રેમ કરતી હતી

3/9
image

બંને વચ્ચે પ્રેમ એવો પાંગર્યો કે બંનેએ લીવ ઈનમાં રહેવાનું શરૂ કરી દીધુ હતું. એક ઈન્ટરવ્યુમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે જ્યારે બંને સાથે હોય ત્યારે સ્ટારડમ માટે કોઈ જગ્યા રહેતી નહતી. ઘરમાં પરવીન એક સાધારણ છોકરી રહેતી હતી જે તેને ગાંડાની જેમ પ્રેમ કરતી હતી.   

શું થયું હતું તે દિવસે?

4/9
image

પરંતુ ખુશીની પળો ક્યાં લાંબો સમય ટકે છે? એક દિવસે પછી એ જ થયું જે મહેશ ભટ્ટે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તેઓ જ્યારે ઘરે પહોંચ્યા તો પરવીન શૂટિંગના કપડાંમાં ઘરના ખૂણામાં ચાકૂ લઈને બેઠી હતી અને કહેતી હતી કે તે લોકો તેને મારવા માંગે છે. 

હાલત ન સુધરી

5/9
image

મહેશ ભટ્ટે પરવીન બાબીની સારવાર કરવાનું નક્કી કરી લીધુ. ડોક્ટરોએ પરવીનને સારવાર માટે વીજળીનો શોક આપવાની પણ સલાહ આપી પરંતુ મહેશ ભટ્ટ માન્યા નહીં. તેઓ પરવીનને લઈને બંગ્લોર જતા રહ્યા. પરંતુ પરવીનની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહીં. 

અમિતાભ પર લગાવ્યો

6/9
image

1978-79 ની આસપાસ પરવીનમાં પેરાનોયડ સ્કિઝોફ્રેનિયાના લક્ષણો જોવા મળ્યા હતા. તે ભ્રમ અને ડરમાં જીવવા લાગી હતી. તેણે અમિતાભ બચ્ચન ઉપર પણ હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેના ફ્લેટમાં જાસૂસી ડિવાઈસ છે. 

મહેશ ભટ્ટે પરવીનને છોડી પત્ની પાસે પાછા ફર્યા

7/9
image

જ્યારે ચીજો હદ વટાવવા લાગી તો એક દિવસ મહેશ ભટ્ટ ઘર છોડીને જવા લાગ્યા. પરવીન પણ તેમની પાછળ પાછળ ભાગી.  હોશ ગુમાવી દીધાની અવસ્થામાં, વરસાદમાં મહેશ ભટ્ટની પાછળ ભાગી રહી હતી. પરવીન બાબી એ વાતથી પણ અજાણ હતી કે તેણે કપડાં સુદ્ધા પહેર્યા નથી. ધીરે ધીરે મહેશ  ભટ્ટને અહેસાસ થયો અને તેમણે પત્ની પાસે પાછા ફરવાનો નિર્ણય લીધો.   

પરવીન પર ફિલ્મ

8/9
image

પરવીન 1980ના દાયકામાં થોડા સમય માટે બોલીવુડમાં પાછી ફરી પરંતુ તેની બીમારીએ ફરીથી એકલી કરી નાખી. 20 જાન્યુઆરી 2005ના રોજ પોતાના જૂહુ ફ્લેટ ખાતે મૃત મળી આવી. એવું કહેવાય છે કે તેની લાશ કેટલાક દિવસ સુધી રૂમમાં જ સડતી રહી હતી. મહેશ ભટ્ટે તેની અંતિમ વિદાયની જવાબદારી લીધી અને તેની યાદમાં 'વો લમ્હે' (2006)  બનાવી જેમાં કંગના રનૌતનું પાત્ર પરવીન બાબી પર આધારિત હતું. 

આજે પણ ખાલી છે ફ્લેટ?

9/9
image

એવો દાવો કરાય છે કે પરવીન બાબીનો એ ફ્લેટ આજે પણ ખાલી છે. લોકોને લાગે છે કે ત્યાં અજી પ્રકારની ઘટનાઓ થાય છે અને એટલે ત્યાં કોઈ રહેવા માંગતું નથી.