સરકારની ગેરંટી.... માત્ર આટલા મહિનામાં પૈસા ડબલ, Post Office ની ધાંસૂ સ્કીમ!

Money Double Saving Scheme: પોસ્ટ ઓફિસમાં દરેક ઉંમર વર્ગ માટે બચત સ્કીમનું સંચાલન કરે છે અને સુરક્ષિત રોકાણની સાથે જોરદાર રિટર્નના મામલામાં પણ તે ખુબ પોપુલર બની રહી છે.

1/7
image

Investment News: સુરક્ષિત રોકાણ અને જોરદાર રિટર્નની વાત આવે તો આ મામલામાં પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલી સ્કીમ (Post Office Scheme) ખુબ પોપુલર થઈ રહી છે. તેનું ઉદાહરણ છે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ કિસાન વિકાસ પત્ર એટલે કે KVP Scheme, જે માત્ર 15 મહિનામાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરે છે. ખાસ વાત છે કે તેમાં ઈન્વેસ્ટરોના પૈસાની સુરક્ષાની ગેરંટી સરકાર લે છે. આવો જાણીએ કઈ રીતે આ સરકારી સ્કીમમાં 5 લાખ રૂપિયા લગાવનારની રકમ નક્કી સમયમાં 10 લાખ થઈ જાય છે.  

પૈસા ડબલ કરતી સ્કીમ

2/7
image

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરીને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેને મજબૂત વળતર મળે અને પૈસા પણ સુરક્ષિત રહે. જો તમે પણ આ જ મૂંઝવણમાં છો, તો પોસ્ટ ઓફિસની યોજનાઓ તરફ વળવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોખમ વિના મજબૂત વળતર આપવાની બાબતમાં, પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓનો કોઈ જવાબ નથી.  

3/7
image

આ યાદીમાં કિસાન વિકાસ પત્ર (KVP) એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આમાં તમે 100 ના ગુણાંકમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. ખાસ વાત એ છે કે આમાં મહત્તમ રોકાણ મર્યાદા પર કોઈ મર્યાદા નથી. તમે ઈચ્છો તેટલા પૈસા રોકાણ કરી શકો છો. આ સરકારી યોજનાને લોકપ્રિય બનાવનારી સૌથી મોટી બાબત એ છે કે તેમાં રોકાણ કરાયેલા પૈસા માત્ર 115 મહિનામાં ડબલ થઈ જાય છે.

રોકાણ પર મળે છે વ્યાજ

4/7
image

પોસ્ટ ઓફિસની તમામ સેવિંગ સ્કીમ્સ (Post Office Saving Scheme) ની જેમ સરકાર ક્વાર્ટરના આધાર પર વ્યાજદર નક્કી કરે છે. જો કિસાન વિકાસ પત્ર સ્કીમ પર મળનાર વ્યાજની વાત કરીએ તો વર્તમાનમાં ઈન્વેસ્ટરોને 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ વ્યાજ વાર્ષિક આધાર પર આપવામાં આવે છે. આ સાથે તમે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામ પર પણ ખાતું ખોલાવી શકો છો.

5 લાખને 10 લાખ બનાવવાની ગણતરી

5/7
image

હવે વાત કરીએ આખરે કઈ રીતે આ સરકારી યોજનામાં પૈસા ડબલ થઈ શકે છે. તો તેની ગણતરી ખુબ સરળ છે. ધારી લો કે તમે કોઈ ઈન્વેસ્ટર કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને મેચ્યોરિટી એટલે કે 115 મહિના સુધી આ યોજનામાં ટકેલો રહે છે તો તેને 7.5 ટકા વ્યાજના આધારે 5 લાખ રૂપિયા માત્ર વ્યાજથી મળશે. તેનો મતલબ છે કે મેચ્યોરિટી પર ઈન્વેસ્ટરને 10 લાખ રૂપિયા મળશે. 

6/7
image

નોંધનીય છે કે પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરાયેલી રકમ પર વ્યાજની ગણતરી કમ્પાઉન્ડિંગ ધોરણે કરવામાં આવે છે. સરકારે અગાઉ કિસાન વિકાસ પત્રની પાકતી મુદત 123 મહિનાથી ઘટાડીને 120 મહિના કરી હતી અને પછી તેને ઘટાડીને 115 મહિના કરી હતી. મતલબ કે યોજનાનો લાભ પહેલા કરતા ઓછા સમયમાં મળી રહ્યો છે.

KVP માં ખાતા ખોલાવવાનીકોઈ મર્યાદા નથી

7/7
image

કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ સિંગલ અને ડબલ બંને પ્રકારના એકાઉન્ટ ખોલાવી શકાય છે. આ સાથે એક ઈન્વેસ્ટગ ગમે એટલા એકાઉન્ટ ખોલાવી શકે છે, તે માટે કોઈ લિમિટ નથી. એટલે કે તમે 2, 4, 6 કે ઈચ્છો એટલા ખાતા ખોલાવી શકો છો.