SBI-HDFC જેવી બેન્કોથી વધુ વ્યાજ મળે છે પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ પર, મિનિમમ બેલેન્સ લિમિટ છે માત્ર આટલી
Post Office Savings Account: પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવાના ઘણા ફાયદા છે. સૌપ્રથમ તેમાં મળતું વ્યાજ તમામ બેન્કો કરતા વધુ સારું છે. બીજો ફાયદો એ છે કે, મિનિમમ બેલેન્સની મર્યાદા પણ ખૂબ જ નજીવી છે, જેને કોઈપણ સરળતાથી જાળવી શકે છે.
પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટના ફાયદા
આજના સમયમાં મોટાભાગના લોકો પાસે સેવિંગ એકાઉન્ટ છે. જેના દ્વારા તમામ વ્યવહારો થાય છે. પરંતુ મોટાભાગના લોકોના બેન્કોમાં સેવિંગ એકાઉન્ટ હોય છે. બેન્કોની સરખામણીમાં પોસ્ટ ઓફિસમાં ઓછા લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવાના ઘણા ફાયદા છે. પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનો સૌથી મોટો ફાયદો તો તેમાં તમામ બેન્કો કરતા વધુ સારું વ્યાજ મળે છે. તેમજ પોસ્ટ ઓફિસમાં મિનિમમ બેલેન્સની મર્યાદા પણ ખૂબ જ નજીવી છે, જેને કોઈપણ સરળતાથી જાળવી શકે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ સંબંધિત વિગતો અહીં જાણો.
બેન્કોથી વધુ સારું મળે છે વ્યાજ
સેવિંગ એકાઉન્ટમાં જેટલી પણ જમા રકમ હોય છે, તેના પર બેન્કો દ્વારા સમયાંતરે વ્યાજ આપવામાં આવે છે, પરંતુ આ વ્યાજ સામાન્ય રીતે 2.70% થી 3%ની આસપાસ રહે છે. પરંતુ તમને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર બેન્કો કરતા વધુ સારું વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર 4.0% વ્યાજ આપવામાં આવે છે.
બેન્કોમાં મળી રહ્યું છે આટલું વ્યાજ
મિનિમમ ડિપોઝિટ 500 રૂપિયા
તમે બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું હોવ અથવા પોસ્ટ ઓફિસમાં દરેક જગ્યાએ તમારા એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. અન્યથા તમારે દંડ ભરવો પડશે. સામાન્ય રીતે બેન્કોમાં રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ પર લઘુત્તમ બેલેન્સ મર્યાદા ઓછામાં ઓછી રૂ. 1000 છે. HDFC અને ICICI જેવી બેન્કોમાં લઘુત્તમ બેલેન્સ મર્યાદા રૂ. 10,000 છે. પરંતુ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટની મિનિમમ બેલેન્સ લિમિટ માત્ર 500 રૂપિયા છે. જ્યારે મિનિમમ ઉપાડની રકમ માત્ર 50 રૂપિયા છે.
બેન્ક જેવી મળે છે આ સુવિધા
બેન્કની જેમ તમને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર પણ અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. ખાતું ખોલવા પર તમને ચેકબુક, એટીએમ કાર્ડ, ઈ-બેન્કિંગ/મોબાઈલ બેન્કિંગ, આધાર લિંકિંગ વગેરેની સુવિધાઓ મળે છે. આ ઉપરાંત તમે આ ખાતા પર સરકાર દ્વારા ચલાવવામાં આવતી અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના ફાયદાઓ પણ મેળવી શકો છો.
કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ
કોઈપણ પુખ્ત વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સિવાય બે લોકો સંયુક્ત રીતે પોતાનું એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. જો કોઈ સગીર માટે એકાઉન્ટ ખોલાવવાનું હોય, તો તેના માતા-પિતા અથવા કાનૂની વાલી તેના વતી ખાતું ખોલાવી શકે છે. જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરનો સગીર પોતાના નામે ખાતું ખોલાવી શકે છે. પુખ્ત થયા પછી સગીરને તેના નામે એકાઉન્ટ ટ્રાન્સફર કરાવવા માટે સંબંધિત પોસ્ટ ઓફિસમાં તેના નામે નવું ખાતું ખોલવાનું ફોર્મ અને KYC દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
Trending Photos