પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં તમારા રૂપિયા ગેરંટી સાથે થશે ડબલ! માત્ર આટલા જ મહિના લાગશે

Post Office Scheme: જો તમે જોખમ વગરનું ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શનશોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) યોજના તમારા માટે સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ હોઈ શકે છે, તે 100% સરકારી ગેરંટી સાથે આવે છે, જેમાં તમારા રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ સ્કીમમાં રૂપિયા બમણા થવાની શક્યતાઓ છે. વર્તમાનમાં તેનો વાર્ષિક વ્યાજ દર લગભગ 7.5% છે તો ચાલો જાણીએ રૂપિયાને બમણી કરનારી આ સ્કીમ વિશે.

પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્રમાંથી મેળવો ડબલ રિટર્ન!

1/6
image

જો તમે કોઈ જોખમ વગર રોકાણ કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) યોજના તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ યોજના 115 મહિનામાં (9 વર્ષ 7 મહિના) રૂપિયા બમણી કરવાની ખાતરી આપે છે.

KVP યોજનાનું વાર્ષિક વ્યાજ

2/6
image

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) યોજનામાં લગભગ 7.5% વાર્ષિક વ્યાજ મળે છે, જેનાથી તમારું રોકાણ માત્ર 115 મહિનામાં (9 વર્ષ 7 મહિના) બમણું થઈ જાય છે. આ સરકારી સ્કીમ સુરક્ષિત, ગેરંટી અને સારા રિટર્ન માટે એક શાનદાર ઓપ્શન છે.

KVP યોજનામાં ન્યૂનતમ ઈન્વેસ્ટમેન્ટ

3/6
image

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમમાં ₹1,000થી રોકાણ શરૂ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સુગમતા તેને નાના અને મોટા બન્ને રોકાણકારો માટે શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ બનાવે છે.

KVP યોજના માટે દસ્તાવેજો અને પાત્રતા

4/6
image

આ માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, KVP એપ્લિકેશન ફોર્મની જરૂર પડશે. કોઈપણ પુખ્ત (સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટમાં) ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પણ તેમના પોતાના નામે ખાતું ખોલી શકે છે.

ડબલ ફંડની ગણતરી

5/6
image

આ સ્કીમ પર મળનાર વ્યાજ દર હાલમાં લગભગ 7.5 ટકા પ્રતિ વર્ષ છે, જો તમે આમાં ₹5 લાખનું રોકાણ કરો છો, તો તમને બમણું ફંડ મળશે. એટલે કે, જો તમે 115 મહિના માટે ₹5 લાખનું રોકાણ કરો છો, તો તમારું કુલ ફંડ ₹10 લાખ સુધી જશે. આમાં લગભગ 5 લાખ રૂપિયાનું જ વ્યાજ મળવાનું છે.

શા માટે પસંદ કરો KVP?

6/6
image

આ એક 100% સરકારી ગેરંટીવાળી સ્કીમ છે, જેમાં તમે કોઈપણ જોખમ વિના સુરક્ષિત રીતે રોકાણ કરી શકો છો. સાથે જ 115 મહિનામાં તમારા રૂપિયા બમણાં થઈ જાય છે. જો તમને ખાતરીપૂર્વક વળતર જોઈએ છે, તો આ યોજના તમારી પ્રાથમિકતા બની શકે છે.