અમદાવાદમાં ખાડારાજ! શહેરના 220થી વધુ સ્થળે જતા હોય તો ચેતી જજો! જાણો તમારો વિસ્તાર છે લિસ્ટમાં...

Ahmedabad Rain and Pathole on Road News and Updates: ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. પહેલા જ વરસાદમાં અમદાવાદીઓની હાલત કફોડી બની ગઈ છે. અમદાવાદમાં પહેલા જ વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે છે. 

1/11
image

ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 220 ખાડા પડી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં પહેલો જ વરસાદ પડ્યો છે અને શહેરની હાલત ખરાબ કરી નાંખી છે. વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ યથાવત્‌ છે.   

2/11
image

આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત પાણીમાં જ બેસી ગયો છે. અમદાવાદમાં પડેલા ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાનો આંકડો 220 પર છે. રોડમાં ખાડા પડવાની સૌથી વઘુ ઘટનામાં ગોતા અને વસ્ત્રાલ સૌથી મોખરે છે.

3/11
image

અમદાવાદમાં હાલ ઠેકઠેકાણે ખાડા પડ્યા છે. અમદાવાદનો એક પણ એવો રસ્તો નહીં હોય જ્યાં ખાડા ના હોય. જેના કારણે બહારથી અમદાવાદ આવતી વ્યક્તિ શહેરના ‘વિકાસ’ અંગે કેવી છાપ લઇને જશે તે સમજી શકાય એમ છે. 

4/11
image

આ ઉપરાંત શેલા, સાઉથ બોપલ, ગોતા, સેટેલાઇટ, પાલડી, મણિનગરમાં પણ ઠેકઠેકાણે ખાડા પડવાથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ચૂક્યા છે. ખાડાને કારણે કમરદર્દ ધરાવતા દર્દીઓની સમસ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. 

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image