શાહરૂખ, સલમાન, પ્રભાસ નહીં... 74 વર્ષની ઉંમરમાં આ બન્યો દેશનો સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા, દરેક ફિલ્મમાં કમાય છે 270 કરોડ

India Highest Paid Actor: 90ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મોટા સુપરસ્ટારનું કરિયર ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. એક સમયે જેમની ફિલ્મો હિટની ગેરંટી માનવામાં આવતી હતી, હવે એ જ ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી. લોકો માનવા લાગ્યા કે હવે તેમનું કરિયર અને સમય પૂરો થઈ ગયો છે. ઉંમર પણ વધી રહી હતી અને બોક્સ ઓફિસ પર તેની પકડ ઢીલી પડી રહી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે થોડા સમય માટે પોતાને ફિલ્મોથી દૂર રાખ્યો હતો, પરંતુ આજે તે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે.

આપી સૌથી મોટી હિટ ફિલ્મો

1/5
image

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમણે સફળતાની સાથે-સાથે નિષ્ફળતાનો પણ સામનો કર્યો છે અને તેઓ મુશ્કેલ તબક્કામાંથી બહાર નિકળીને ફરી એકવાર પોતાને સાબિત કરી દીધા છે. આવું જ કંઈક આ અભિનેતા સાથે પણ થયું. લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી, તેણે 50 વર્ષની વય વટાવીને જોરદાર વાપસી કરી. તેની કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો અને દર્શકોના દિલ જીતી લીધા. આ વાપસી માત્ર નામમાં જ ન હતું, પરંતુ તેમણે ફરી એકવાર પોતાને ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ સાબિત કર્યું.

કોણ છે આ સુપરસ્ટાર?

2/5
image

તેમના ફેન્સ પણ ફરીથી એક્ટિવ થયા અને દરેક નવી ફિલ્મની રાહ જોવા લાગ્યા. આ સમયગાળાએ તેમની બીજી ઇનિંગનો પાયો નાખ્યો. અહીં અમે બોલીવુડથી લઈ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની દમદાર ઓળખ બનાવનાર સુપરસ્ટાર રજનીકાંત વિશે વાત કરી રહ્યા છીએ. તેમણે 'ચંદ્રમુખી' અને 'એન્થિરન' જેવી સુપરહિટ ફિલ્મોથી જબરદસ્ત કમબેક કર્યું. પરંતુ ખરી સનસનાટી ત્યારે થઈ જ્યારે 2010 પછી તેમણે એક પછી એક મોટી હિટ ફિલ્મો આપી. તેની ફિલ્મો હવે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પસંદ થવા લાગી છે. તેમણે એક પછી એક હિટ ફિલ્મો આપી.

72 વર્ષની ઉંમરે બન્યો હતો આ રેકોર્ડ

3/5
image

તેમણે બોલીવુડના મોટો સ્ટાર્સને પણ કમાણીના મામલામાં પાછળ છોડવાનું શરૂ કરી દીધું હતું. આ કારણે તેની ફી પણ સમયની સાથે વધતી ગઈ. વર્ષ 2023માં જ્યારે તે 72 વર્ષના થયા ત્યારે તેમણે ડિરેક્ટર નેલ્સન દિલીપ કુમારની ફિલ્મ 'જેલર'માં કામ કર્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની હતી અને તેણે વિશ્વભરમાં 600 કરોડની કમાણી કરી હતી. રજનીકાંતે આ ફિલ્મ માટે 110 કરોડ રૂપિયાની ફી લીધી હતી, જેમાં એડવાન્સ અને રાઇટ્સનો સમાવેશ થાય છે.

યુવા સ્ટાર્સને ફીના મામલે આપી માત

4/5
image

ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ નિર્માતા કલાનિથિ મારને તેમને 100 કરોડ રૂપિયાનું બોનસ પણ આપ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક જ ફિલ્મથી 210 કરોડ રૂપિયાની કમાણીથી રજનીકાંત ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યા. તેમણે તે તમામ યુવા સ્ટાર્સને પાછળ છોડી દીધા જે સામાન્ય રીતે માત્ર 150-200 કરોડ રૂપિયા કમાય છે, જેમ કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને પ્રભાસ. આ કમાણી તેની મહેનત અને સ્ટાર પાવરનું પરિણામ હતું, જેણે ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે.

ફીમાં સતત થઈ રહ્યો છે વધારો

5/5
image

જો કે, 'જેલર' પછી તેની કોઈ ફિલ્મ તે સ્તરે કમાણી કરી શકી ન હતી, તેમ છતાં તેની ફીમાં ઘટાડો થયો નથી. રિપોર્ટ્સનું માનીએ તો લોકેશ કનાગરાજની આગામી ફિલ્મ 'કુલી' સફળ થાય છે તો રજનીકાંત 270 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. પરંતુ તે હજુ પણ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં ત્રીજા નંબરે છે. વિજય દેવરાકોંડાને 275 કરોડ અને અલ્લુ અર્જુનને 'પુષ્પા 2' માટે 300 કરોડ મળવાની અહેવાલ હતા. જો કે, આ આંકડાઓ સત્તાવાર નથી.