Ramayan: 'રામાયણ'ના શુટિંગ વખતે સેટ પર એવું તે શું થયું હતું...દારા સિંહને જોઈ બધાના ઉડી ગયા હતા હોશ

રામાનંદ સાગરની રામાયણના અનેક કિસ્સા એવા છે જે આજે પણ લોકો યાદ કરે છે. 80ના દાયકાના આ ટીવી શોના સેટ પર અનેક એવી ઘટનાઓ ઘટી હતી જેણે આખી ટીમને ચોંકાવી દીધી હતી. 

1/5
image

રામાનંદ સાગરની રામાયણ સીરિયલ 80 ના દાયકામાં પહેલીવાર દર્શકો વચ્ચે ટેલિકાસ્ટ થઈ હતી. આ શોને તે વખતે દર્શકોએ ખુબ જ પસંદ કર્યો હતો અને લોકો પોતાનું બધુ કામ છોડીને ફક્ત રામાયણ જોવા માટે બેસી જતા હતા. ત્યારબાદ પણ અનેકવાર મેકર્સે અલગ અલગ કલાકારો સાથે રામાયણ બનાવી પરંતુ એ સફળતા ન મળે જે સફળતા તે વખતે આ શોને મળી હતી. 

2/5
image

રામાયણ જોતી વખતે લોકો જૂતા ચપ્પલ ઉતારીને, હાથ જોડીને ટીવી સામે બેસી જતા હતા. એવું લાગતું હતું કે જાણે શ્રીરામ તેમની સામે પ્રગટ થવાના છે. જ્યારે રામાનંદ સાગરની રામાયણના શુટિંગ ખતે પણ એવી અનેક ઘટનાઓ જોવા મળી હતી જેને જોઈને સેટ પર હાજર દરેક એ વિચારવા માટે મજબૂર થઈ જતા કે આ પૌરાણિક શોને ભગવાનના આશીર્વાદ સાથે બનવવામાં આવી રહ્યો છે. 

3/5
image

આજે પણ રામાયણના એવા અનેક કિસ્સા સાંભળવા મળે છે જે લોકોને સ્તબ્ધ કરે છે. એક એવો જ કિસ્સો છે દારા સિંહ સાથે જોડાયેલો. જે શોમાં હનુમાનજીનું પાત્ર ભજવતા જોવા મળ્યા હતા. તેમણે આ  ભૂમિકા એટલી સુંદર રીતે, સાદગીથી અને લગનથી પડદા પર રજૂ કરી કે દર્શકો આ પાત્રમાં તેમના સિવાય બીજા કોઈ કલાકારની કલ્પના પણ નથી કરી શકતા. 

4/5
image

એવું કહેવાય છે કે રામાયણના શુટિંગ વખતે દારા સિંહની અંદર એક અલગ જ પ્રકારની એનર્જી જોવા મળતી હતી. તે સમયે અનેક લોકોએ સેટ પર સ્વીકાર્યું હતું કે દારા સિંહમાં હદ કરતા વધુ શક્તિ આવી ગઈ હતી. મેકિંગ ઓફ રામાયણમાં દેખાડવામાં આવ્યું છે કે જ્યારે દારા સિંહ હનુમાનજીનું પાત્ર નિભાવતા હતા તો અનેક સીન એવા હતા જેને તેઓ એક પણ રીટેક લીધા વગર ફાઈનલ શોટ આપતા હતા. 

5/5
image

એમ પણ કહેવાય છે કે રામાયણમાં એક સીન ભજવવાનો હતો જેમાં હનુમાન બનેલા દારા સિંહએ પથ્થર ઉઠાવવાનો હતો. એવું કહે છે કે આ સીનને અભિનેતાએ કોઈ પણ મદદ વગર કરી દીધો હતો. આવામાં તેમની તાકાત જોઈને સેટ પર હાજર દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા હતા. લોકો વિશ્વાસ નહતા કરી શકતા કે આ તેમણે આટલું સરળતાથી કરી દેખાડ્યું.