એક સમયે બેસ્ટ ફ્રેન્ડ હતી રેખા અને જયા, ફ્રેન્ડશીપને આપ્યું હતું આ ખાસ નામ; અચાનક થઈ ગયું બધું ખતમ
Rekha Jaya Amitabh Bachchan: અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા વચ્ચે લવ ટ્રાએન્ગલ તો 'સિલસિલા' ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, રેખા બિગ બીના પ્રેમમાં પાગલ હતી, પરંતુ તેમનો સંબંધ ક્યારેય લગ્ન સુધી પહોંચ્યો નહીં. જો કે, આ ત્રણેયની સાથે આવેલી ફિલ્મ 'સિલસિલા' આ કારણોસર ચર્ચામાં રહી હતી. કારણ કે તેમાં આ ત્રણેય વચ્ચેનો પ્રેમનો એવો ટ્રાએન્ગલ દર્શાવવામાં આવ્યો હતો જેને લોકો વાસ્તવિક જીવન સાથે જોડે છે. પણ શું તમે જાણો છો કે રેખા અને જયા બચ્ચન એક સમયે બેસ્ટ ફ્રેન્ડ હતી.
રેખા અને જયાની કહાની
આ વાતનો ઉલ્લેખ યાસર ઉસ્માનના પુસ્તક 'રેખા ધ અનટોલ્ડ સ્ટોરી'માં કરવામાં આવ્યો છે. આ પુસ્તક અનુસાર રેખા અને જયા બચ્ચન એક જ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. ત્યાં સુધી કે બન્ને પાડોશી પણ હતી. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે, કેવી રીતે અમિતાભ બચ્ચન અને રેખાની મુલાકાત થઈ હતી.
એક સમયે બેસ્ટ ફ્રેન્ડ હતી રેખા અને જયા
આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, રેખા અને જયા વચ્ચે તે સમયે એટલી ગાઢ મિત્રતા હતી કે રેખા ત્યારે જયાના ઘરે ઘણી વાર જતી હતી. જયાના એપાર્ટમેન્ટમાં જ રેખાની અમિતાભ બચ્ચન સાથે મુલાકાત થઈ હતી.
રેખાની દીદી ભાઈ હતી જયા
આમાં કહેવામાં આવ્યું છે કે, રેખા જયાને નામથી બોલાવી ન હતી. પરંતુ તે હંમેશા જયા બચ્ચનને ફક્ત દીદી જ નહીં, પણ દીદી ભાઈ તરીકે બોલાવતી હતી. તેના ઘરે જતી અને ઘણો સમય વિતાવતી હતી.
એક સમયે બન્ને હતી પાડોશી
એવું કહેવાય છે કે, પોતાની શરૂઆતની કેટલીક ફિલ્મો હિટ થતા જ રેખાએ 1972માં મુંબઈમાં પોતાનો પહેલો ફ્લેટ ખરીદ્યો હતો. જયા પહેલાથી જ આ એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને ફિલ્મોમાં ઘણી ખ્યાતિ મેળવી હતી.
આ પુસ્તકમાં એ પણ ઉલ્લેખ છે કે, રેખા અને જયાની મિત્રતામાં તિરાડ તે સમય પડી જ્યારે અમિતાભ બચ્ચને 1973માં જયા સાથે લગ્ન કરી લીધા. અમિતાભ પ્રત્યે રેખાએ પોતાના પ્રેમને ક્યારેય ખુલ્લેઆમ વ્યક્ત કર્યો ન હતો, પરંતુ સિમી ગરેવાલના શોમાં વાતોવાતોમાં વ્યક્ત જરૂર કર્યો છે.
Trending Photos